શંકરસિંહ વાધેલાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ પ્રજાના રૂપિયે તાયફા કરે છે. શા માટે 700 કરોડ જેટલી માતબર રકમ વાપરીને ડોનલ્ડ ટ્રમ્પને ગુજરાત લાવવાની જરૂર છે.
શંકરસિંહ વાધેલાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ પ્રજાના રૂપિયે તાયફા કરે છે. શા માટે 700 કરોડ જેટલી માતબર રકમ વાપરીને ડોનલ્ડ ટ્રમ્પને ગુજરાત લાવવાની જરૂર છે.
સુરતઃ સુરતમાં (surat) આજે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી (former chief minister) શંકરસિંહ વાધેલા દ્વારા એક શકિત પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા શકિત દળમાં સામેલ થયેલા હજારો યુવાનો અને યુવતીઓ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શંકરસિંહ વાધેલાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ પ્રજાના રૂપિયે તાયફા કરે છે. શા માટે 700 કરોડ જેટલી માતબર રકમ વાપરીને ડોનલ્ડ ટ્રમ્પને (Donald Trump) ગુજરાત લાવવાની જરૂર છે. આ રૂપિયાથી યુવાનોને રોજગારી આપી શકાય, સ્કૂલ , હોસ્પિટલ ખોલી શકાય તેમ જણાવ્યું હતું.
સુરત શહેરના કોસાડ ખાતે આજે શકિત દળની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનીક આગેવાનો અને શકિત દળમાં સામેલ થયેલા યુવાનો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શકિત દળને શરૂ કરનાર શંકરસિંહ વાધેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંચપરથી તેમણે શકિત દળની સ્થાપના કયા હેતું પરથી કરવામાં આવી છે તેની વાતો કરી હતી. ત્યારબાદ સરકાર પર પ્રહારો શરૂ કરી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારે રજુ કરેલું બજેટ એ બજેટ નથી પણ લોકોની અપેક્ષા પર પાણી છે.
ભાજપ દ્વારા ટપોરી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તોફાનીકારોને પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું હતું કે 700 કરોડ રૂપિયાનું ટ્રમ્પના પ્રવાસનું ,કોના મા્ર્કેટીંગ માટે ટ્રમ્પને બોલાવવામાં આવી રહાયા છે. 700 કરોડ વાપરીને સરકાર તાયફા કરશે. લોકોનાજ રૂપિયા વપરાવવાના છે. આનાથી ઘણી બધી સેવાઓ લોકોને આપી શકાય છે. આગામી તમામ ચુંટણીમાં શકિત દળના સભ્યો ઉતરશે તેમ પણ શંકરસિંહ વાધેલાએ જણાવયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર