ન્યૂઝ18ગુજરાતી: બૉલિવૂડમાં પોતના જલ્વા દેખાડનારી (Bollywood diva Malaika Arora) મલાઇકા અરોરાએ પોતાની ફિલ્મોમાં આગવી અદાઓથી ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે. મલાઇકા પોતાની ડાન્સિંગ અદાઓથી ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે મલાઇકાનો 46મો જન્મ દિવસ (malaika 46th birthday) છે. ત્યારે અભિનેત્રીના ખાસ દિવસે કથિત બૉયફ્રેન્ડ અર્જુન કપૂરે (BoyFriend Arjun kapoor) કંઇ ખાસ કર્યું હતું.
અર્જુન કપૂરે એક રોમેન્ટિંગ ફોટો સોશિયલ મીડિયા (social media) શૅર કરીને મલાઇકાને શુભેચ્છાઓ પાઠવી હતી. સવારથી જ ફેન્સ આના માટે રાહ જોઇને બેઠા હતા. અર્જુન કપૂર સોશિયલ મીડિયા ઉપર મલાઇકાને વિશ કરશે. અને ચાહલોકની આ રાહ પૂરી થઇ છે.
અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ ઉપર પોતાની અને મલાઇકા અરોરાની એક તસવીર શૅર કરી છે. આ એક સેલ્ફી છે. જેમાં અર્જુન મલાઇકાના માથા ઉપર કિસ કરતા નજરે ચડે છે. આ ફોટામાં બંનેના આંખોમાં ચશ્મા લગાડેલા છે. આ ફોટો રોમેન્ટિંક છે. ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર છવાઇ ગઇ હતી.
ફોટો શૅર કરવાની સાથે અર્જુન કપૂરે એક દિલ વાળું સ્માઇલી પણ બનાવ્યું હતું. ખાસ વાત એ છે કે અર્જૂને લોકેશન ઇટાલીનું નાંખ્યું છે. એના પરથી એવો ક્યાસ લગાવવામાં આવે છે કે બંને આજે ઇટાલી પહોંચ્યા હોય અથવા તો આ ફોટો જૂનો પણ હોઇ શકે છે.
A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Oct 23, 2019 at 1:51am PDT
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અને ફેશન દીવા (Malaika Arora) એ 6 વર્ષ પછી મુંબઇમાં ભારે ધૂમધામ સાથે તેનો 46મો જન્મદિવસ ઉજવ્યો. આ પાર્ટીમાં બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ રહી હાજર. મલાઇકાએ મોડી રાત્રે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં જન્મદિવસની પાર્ટી રાખી હતી. આ સમયે મલાઇકાની ગર્લ ગેંગની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જૂન કપૂર અને પુત્ર પણ એક જ પાર્ટીમાં હાજર રહ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર મલાઇકાના બર્થ ડેની તસવીરો છવાઇ ગઇ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર