Home /News /samachar /

'કરે કે બા, લડે કે બા, જીતે કે બા' બિહાર લાલુ યાદવની પાર્ટી RJDનું કેમ્પેઇન સોંગ લોન્ચ

'કરે કે બા, લડે કે બા, જીતે કે બા' બિહાર લાલુ યાદવની પાર્ટી RJDનું કેમ્પેઇન સોંગ લોન્ચ

  રાષ્ટ્રીય જનતા દળ એટલે કે RJDએ લોકસભા ચૂંટણીનું કેમ્પેઇન સોંગ લેન્ચ કર્યું છે. આ સોંગ પાર્ટી નેતા તેજસ્વી યાદવે કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીત માટે એક વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે. નવા કેમ્પેઇન સોંગને પાર્ટીના નેતાઓ અને પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરવામાં આવ્યું છે.

  આ વીડિયો સોંગમાં તેજસ્વી યાદવ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. તો કેટલાક સીનમાં રાજદ અધ્યક્ષ લાલુ યાદવ અને તેજ પ્રતાપ યાદવ પણ દેખાઇ રહ્યાં છે. પાર્ટી આ કેમ્પેઇન સોંગની મદદથી તેજસ્વી યાદવનો સાથ આપવાની અપી કરી રહી છે. ગીતની મુખ્ય લાઇન 'કરે કે બા- લડે કે બા- જીતે બા' છે.

  બિહારના રાજકારણની વાત કરીએ તો એનડીએમાં સામેલ ભાજપ, જદયુ અને લોજપાની લડાઇ કોંગ્રેસ અને રાજદ તથા અન્ય ઘટક દળોના ગઠબંધન વચ્ચે છે. મહાગઠબંધનમાં હાલ લાલુ અને તેજસ્વી યાદવની પાર્ટીની પકડ મજબૂત છે. મહાગઠબંધનમાં સૌથી વધુ લોકસભા સીટો પર આરજેડી ચૂંટણી લડી રહ્યું છે. લાલુ યાદવના જેલમાં જવાથી પાર્ટીનું કેમ્પેઇનની તમામ જવાબદારી તેજસ્વી યાદવે ઉપાડી છએ. જ્યારે તેજ પ્રતાપ પારિવારિક ઝઘડાને કારણે નારાજ છે. તેજ પ્રતાપ નવી પાર્ટી બનાવવાની તૈયારીમાં છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन