ટીવીનાં સૌથી પ્રખ્યાત અને વિવાદિત રિયાલિટી શો Bigg Bossની 13મી સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મમાં બિઝી હોવા છતાં બિગ બોસ માટે શૂટિંગ કરશે. આ વખતે બિગ બોસનો કોન્સેપ્ટ ગત સીઝન કરતાં ઘણો જ અલગ હશે. ત્યારે હાલમાં Bigg Boss 13 માટે કેટલાંક નામ સામે આવ્યા છે. અને લાગે છે કે આ વખતે જોડીઓમાં સેલિબ્રિટીઝ ઘરમાં આવશે. હજુ આ લિસ્ટ ફાઇનલ નથી પણ જે નામ સામે આવ્યા છે તેનાં પર કરીએ એક નજર
હાલમાં મળતી માહિતી પ્રમાણે, જય ભાનુસાલી અને તેની પત્ની માહી વિજનો સંપર્ક સાધવામાં આવ્યો છે તો સાથે જ સૌની ફેવરેઇટ બહુ દિવ્યાંકા ત્રિપાઠી અને તેનાં પતિ વિવેક દહિયાનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે.
સોની ટીવીનાં જાણીતા ટીવી શો 'બેહદ'ની એક્ટ્રેસ સાંજ એટલે કે અનેરી વિજાનીનો સંપર્ક સાધવામાં આવ્યો છે તેમજ કોમેડીની રાણી ભારતી સિંઘ અને તેનાં પતિ હર્ષ લિંબાચીયાનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ સાથે જ શોમાં હર્ષ અને અનેરી બે બે ગુજરાતીઓ જોવા મળી શકે છે
તો ટીવીની લોકપ્રીય ગોપી બહુ એટલે કે દેબોલિના ભટ્ટાચાર્ય અને એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી નિયા શર્માનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર