નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે (SBI)પોતાના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. SBIએ બુધવારે બધા પ્રકારના બચત ખાતા (Saving Accounts)પર એવરેજ મંથલી બેલેન્સની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. જેનો અર્થ એ છે કે ગ્રાહકોને હવે પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ ખતમ થઈ ગઈ છે. એસબીઆઈના આ નિર્ણયથી 44 કરોડથી વધારે ગ્રાહકોને ફાયદો થશે. આ સિવાય અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં SBIએ બચત બેંક ખાતા પર પોતાના વ્યાજદરને તર્કસંગત બનાવતા સપાટ 3 ટકા(વાર્ષિક) કરી દીધું છે.
હાલ મેટ્રો, સેમી અર્બન અને ગ્રામિણ વિસ્તારના ખાતાધારકોને ક્રમશ 3000, 2000 અને 1000 રુપિયા મિનિમમ બેલેન્સ મેઇન્ટેન કરવાનું હોય છે. એસબીઆઈ મંથલી બેલેન્સ મેઇન્ટેન ના કરવા પર ગ્રાહકો પાસેથી 5 થી 15 રુપિયાના વધારાના ટેક્સ સાથે પેનલ્ટી વસુલતી હતી.
વ્યાજદર ઘટાડ્યા - આ સાથે બેંકે પોતાના બધા બચતધારકોના બચત ખાતા પર વ્યાજ દર તર્કસંગત કરતા સપાટ 3 ટકા કરી દીધું છે. આ પહેલા 1 લાખ રુપિયાથી ઓછા બચત ખાતા પર વાર્ષિક વ્યાજ દર 3.25 ટકા હતું. જ્યારે 1 લાખથી વધારે રુપિયા પર વ્યાજદર 3 ટકા હતું.
SBIએ ફિક્સ ડિપોઝીટ પર મહીનાની અંદર ફરી એક વખત વ્યાજદર ઘટાડ્યા છે. બેંકે 45 દિવસોની સમયવાળા શોર્ટ ટર્મ એફડી પર વ્યાજમાં 0.50% કાપ કરી દીધો છે, જે 10 માર્ચથી લાગુ છે. નવા દરો પ્રમાણે 7 થી 45 દિવસોની એફડી પર 4 ટકા વ્યાજ મળશે. જે પહેલા 4.50 ટકા હતો. આ સિવાય એક વર્ષ અને તેનાથી વધારે સમયવાળા એફડી માટે વ્યાજ દરોમાં 0.10 ટકાનો કાપ કરવામાં આવ્યો છે. તેના ઉપર 6 ટકા વ્યાજ મળતું હતું.
હોમ લોનનો વ્યાજ દર ઘટાડ્યો - SBIએ હોમ લોનનો વ્યાજ દર ઘટાડી દીધો છે. બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR)માં 15 આધાર અંકનો કાપ કર્યો છે. આ રેટ 10 માર્ચથી લાગુ થઈ ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર