નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારી (Pandemic)ને લઈ એક મોટો કેસ સામે આવ્યો છે. વડોદરા (Vadodara)માં 3 આર્મી જવાન કોરોના સંક્રમિત થઈ ગયા છે. જવાનોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે જવાનોએ એક એટીએમ (ATM)માંથી રૂપિયા ઉપાડયા હતા. એક જ દિવસે ત્રણેય જવાનોએ અહીંથી જ રૂપિયા ઉપાડ્યા હતા. એવી આશંકા છે કે ત્રણ જવાન એટીએમના કારણે જ સંક્રમિત થયા છે. જવાનોના સંપર્કમાં આવેલા 28 લોકોનો ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યા બાદ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.
તેને ધ્યાને લઈ ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA)એ હાલમાં જ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જીની મદદથી બેંક કર્મચારી અને ખાતાધારક આ ઝડપથી સંક્રમિત થવાની બીમારીથી સુરક્ષિત રહી શકે છે.
પોતાની ભલામણોમાં IBAએ ખાતાધારકોને કહ્યું કે તેઓ બેંકની શાખાઓમાં જવાનું ટાળે એન ઘરેથી જ ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગ કરે. જોકે, SBI સહિત અનેક બેંકોએ કેટલીક સેફ્ટી ટિપ્સ જાહેર કરી છે. આવો જાણીએ...
SBIની ATMને લઈને સેફ્ટી ટિપ્સ
(1) બેંકના ATMના રૂમમાં કોઈ વ્યક્તિ પહેલાથી હાજર છે અને તે પહેલાથી ATMનો ઉપયોગ કરી રહ્યો છે તો થોડી રાહ જુઓ.
(2) ATMમાં જતાં પહેલા સેનેટાઇઝરનો ઉપયોગ કરો. તેનો હંમેશા ઉપયોગ કરવો જરૂરી છે. ATM રૂમમાં અલગ-અલગ સ્થળે અડવાનું ટાળો.
(3) જો તમને ફ્લૂ છે તો ATMનો ઉપયોગ ન કરો.
(4) ATMની લાઇનમાં ઊભા રહેવા દરમિયાન અચાનક છીંક આવે છે તો પોતાના મોંને રૂમાલ કે ટિશ્યૂથી ઢાંકો.
(5) ઉપયોગમાં લેવાયેલા ટિશ્યૂ કે માસ્કને ATMના રૂમમાં ન ફેંકો.