Home /News /samachar /

સચિન અને BigB હતા ઉંદરોથી પરેશાન, આ ગુજરાતીએ બનાવેલા મશીનથી મળ્યો છૂટકારો

સચિન અને BigB હતા ઉંદરોથી પરેશાન, આ ગુજરાતીએ બનાવેલા મશીનથી મળ્યો છૂટકારો

ઇનોવેટર ભરત પરમાર જણાવે છે કે,  મોંઘીદાટ ફરારી કારનાં માલિક ક્રિકેટર સચિન તેંડુલકરએ પણ 10 મહિના અગાઉ પોતાના પાર્કિગ માં તેનું મશીન લગાવ્યું છે.

ઇનોવેટર ભરત પરમાર જણાવે છે કે,  મોંઘીદાટ ફરારી કારનાં માલિક ક્રિકેટર સચિન તેંડુલકરએ પણ 10 મહિના અગાઉ પોતાના પાર્કિગ માં તેનું મશીન લગાવ્યું છે.

  સંજય ટાંક, અમદાવાદ : ઉંદરોનાં ત્રાસના કારણે ઝૂંપડામાં રહેનારા ગરીબોથી માંડીને કરોડોનાં બંગલામાં રહેનારા અમીરો પણ પરેશાન છે. ઉંદરોથીપરેશાન કરોડોનાં બંગલાના રહીશો, મોંઘીદાટ કારના માલિકો, ટેલિવિઝનનાં નાના પડદાનાં સ્ટારથી માંડીને બૉલિવૂડ સ્ટાર અને ક્રિકેટ જગતનાં સેલિબ્રિટીઝ કે જેઓ અને તેઓના ઉપયોગમાં આવ્યું ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીનું આ ઇનોવેટિવ મશીન. 
  ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીનાં કમ્પ્યૂટર એન્જીયરીગનાં વિદ્યાર્થી ભરત પરમારે એક ઇનોવેશન કર્યું છે. તેમણે ઉંદરો દૂર ભગાડવાનું મશીન બનાવ્યું છે.


  ઇનોવેટર ભરત પરમાર જણાવે છે કે,  મોંઘીદાટ ફરારી કારનાં માલિક ક્રિકેટર સચિન તેંડુલકરએ પણ 10 મહિના અગાઉ પોતાના પાર્કિગ માં તેનું મશીન લગાવ્યું છે. બૉલિવૂડનાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પણ આ મશીન પાર્કિગમાં લગાવ્યું છે.


  આ ઉપરાંત બાબા રામદેવ, ટચુકડા પડદાની સ્ટાર રશ્મિ દેસાઈ સુરતનાં અવધ બિલ્ડરનાં લવજી બાદશાહ, સુરતની ડાયમંડ કંપનીઓના માલિકોએ પણ ભરત પરમારનું આ મશીન પાર્કિગમાં લગાવ્યું છે


  હવે આ મશીન શુ છે અને તે કેવી રીતે ઉંદરો ભગવવામાં કારગત નીવડે છે તે જાણવું પણ ખૂબ રસપ્રદ છે. આ ઇનોવેશન છે ઉંદર ભગાવવાનું મશીન. એક એવું મશીન જેમાં 300 પ્રકારનાં રસેલ વાઈપરનાં સાઉન્ડ ફ્રિકવનસી ફિટ છે. આ ફ્રિકવનસી ઓટોમેટિક ચેન્જ થયા કરે છે. તેમાં ફિટ સાઉન્ડથી ઉંદર ઇરિટેટ થઈ જાય છે અને તે જગ્યાથી દૂર ભાગે છે.


  હવે આ મશીન શુ છે અને તે કેવી રીતે ઉંદરો ભગવવામાં કારગત નીવડે છે તે જાણવું પણ ખૂબ રસપ્રદ છે. આ ઇનોવેશન છે ઉંદર ભગાવવાનું મશીન. એક એવું મશીન જેમાં 300 પ્રકારનાં રસેલ વાઈપરનાં સાઉન્ડ ફ્રિકવનસી ફિટ છે. આ ફ્રિકવનસી ઓટોમેટિક ચેન્જ થયા કરે છે. તેમાં ફિટ સાઉન્ડથી ઉંદર ઇરિટેટ થઈ જાય છે અને તે જગ્યાથી દૂર ભાગે છે. જીટીયુમાં સ્ટાર્ટ અપ ઇનોવેટર ભરત પરમાર જણાવે છે કે, વિશ્વમાં 80 ટકા શોટસર્કિટ અને આગની ઘટના પાછળ ઉંદર જવાબદાર હોય છે. ઓફિસ, ગોડાઉન, ફેકટરી, હોટેલ, દુકાનો માં ઉંદરો નો ત્રાસ વધુ હોય છે અને ઉંદરો ઇલેક્ટ્રિક વાયરો કોતરી નાખે છે જેથી શૉર્ટ સર્કિટ ની ઘટનાઓ બને છે. હાલમાં સુરતમાં એક બિલ્ડીંગ માં લાગેલી આગ પાછળ પણ ઉંદરો કારણભૂત હોવાનો દાવો ભરત પરમારે કર્યો છે. તે કહે છે કે આ બિલ્ડગ માં મોટી માત્રામાં કાપડ હતુ. આવા મોટા બિલ્ડીંગ માં  પાઇપ વડે ઉપર ચઢી જાય છે અને વાયરો કોતરી નાખે છે.


  કાર માં આગ લાગવાની ઘટનાઓ પાછળ પણ ઉંદરો કારણ ભૂત હોય છે. જેના કારણે મોંઘીદાટ કારના માલિકોએ પણ ઉંદર ભગાડવા માટે આ મશીન વસાવ્યું છે. ભરત પરમાર જણાવે છે કે, વર્ષ 2018માં તેણે આ ઇનોવેશન લોન્ચ કર્યું હતું. અત્યાર સુધીમાં તેના 250 કસ્ટમર છે. તે કહે છે કે,મશીનમાં ફિટ સાઉન્ડ ફ્રિકવનસી માત્ર ઉંદરો ને જ અસર કરે છે.મનુષ્ય પર તેની કોઈ અસર થતી નથી. તે કહે છે કે થોડા સમય અગાઉ આયોજિત એક સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન એક્સઝીબિશનમાં તેનું આ ઇનોવેશન નિહાળીને દેશના ગૃહમંત્રી અમિતશાહ પણ પ્રભાવિત થયા હતા.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन