Home /News /samachar /

માતાની હત્યા અને ભાઈ પર જીવલેણ હુમલો કરીને બોયફ્રેન્ડ સાથે અંડમાન ભાગી ગઈ યુવતી!

માતાની હત્યા અને ભાઈ પર જીવલેણ હુમલો કરીને બોયફ્રેન્ડ સાથે અંડમાન ભાગી ગઈ યુવતી!

યુવતીએ પહેલા ભાઈ પર હુમલો કર્યો, માતા બચાવવા આવી તો તેને મોતને ઘાટ ઉતારી દીધી

યુવતીએ પહેલા ભાઈ પર હુમલો કર્યો, માતા બચાવવા આવી તો તેને મોતને ઘાટ ઉતારી દીધી

    બેંગલુરુ : કર્ણાટક (Karnataka)ના બેંગલુરુ (Bengaluru)માં 33 વર્ષની એક મહિલા એન્જિનિયરે પોતાની માતાની કથિત રીતે ચાકૂ મારીને હત્યા કરી દીધી અને ભાઈને ચાકૂ મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. ત્યારબાદ તે પોતાના દોસ્તની સાથે અંડમાન (Andaman) ફરવા જતી રહી. ત્યાં સુધી કે આ કેસથી જોડાયેલી વધુ જાણકારી મેળવવા માટે પોલીસ અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    પોલીસના ડેપ્યુટી કમિશ્નર (મહાદેવપુરા ઝોન) એમએન અનુછેથે કહ્યું કે ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. આવો પહેલો કેસ છે જેમાં એક દીકરીએ પોતાની માતાની હત્યા કરી હોય. આ કેસમાં જે તથ્ય સામે આવી રહ્યા છે તે હજમ કરવા મુશ્કેલ થઈ રહ્યા છે.

    બોયફ્રેન્ડ સાથે યુવતીની ધરપકડ

    અનુછેથની ટીમ થોડાક દિવસથી આ કેસની તપાસ કરી રહી છે. બુધવારે કેટલાક પોલીસ અધિકારીઓએ બેંગલુરુથી પાર્ટબ્લેરની ફ્લાઇટ પકડી અને 33 વર્ષની અમૃતા સી. અને તેના બોયફ્રેન્ડ શ્રીધર રાવની ધરપકડ કરી.

    અમૃતા પર 2 ફેબ્રુઆરીએ પોતાની 52 વર્ષની માતાની હત્યાનો આરોપ છે. તેની પર આરોપ છે કે તેણે પોતાની માતા અને ભાઈ હરીશ પર ચાકૂથી હુમલો કર્યો અને તેમને મરતાં મૂકીને ત્યાંથી ભાગી ગઈ જ્યાં થોડે દૂર જ તેનો બોયફ્રેન્ડ બાઇક પર તેની રાહ જોઈ રહ્યો હતો.

    ત્યારબાદ આ બંને એરપોર્ટ ચાલ્યા ગયા અને પાંચ દિવસના બ્રેક માટે પહેલાથી બુક સવારે 6:30 વાગ્યાની પોર્ટબ્લેરની ફ્લાઇટ પકડી લીધી. અમૃતાના ભાઈએ તેના ગયા બાદ કોઈક રીતે પોલીસને ફોન કરીને મદદ માંગી.

    ઘણી આંટીઘૂંટીવાળો કેસ

    અનુછેથે જણાવ્યું કે, સવાલ-જવાબ માટે બંને પરત આવે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. તેના ભાઈ અને અન્ય લોકોથી અમને જે જાણકારી મળી તે ઘણી અસમંજસ ઊભી કરનારી છે.

    સૂત્રોથી મળેલી જાણકારી મુજબ હત્યા પાછળનું કારણ પૈસા કે કોઈ પ્રકારનો બદલો લેવાનો નહીં પરંતુ મનોવૈજ્ઞાનિક હતું.

    પોલીસ અધિકારીઓની પૂછપરછ બાદ જાણવા મળ્યું કે અમૃતા પરિવારના મોટા દેવાથી હેરાન થઈ ચૂકી હતી. 4 લાખ રૂપિયાનું આ દેવું 2013માં અમૃતાના પિતાની સારવાર માટે થયું હતું જેમને ફેફસાંનું કેન્સર હતું. સમયની સાથે જેમ જેમ પરિવારના સભ્‍ય દેવાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યું તેથી દેવું લગભગ 18 લાખ રૂપિયા થઈ ગયું.

    આ કારણે બનાવ્યો આવો પ્લાન

    અમૃતા પોતાના પરિવારને આ મુશ્કેલીમાં નહોતી મૂકવા માંગતી તેથી તેણે પોતાની માતા અને ભાઈની હત્યા કરવાનો નિર્ણય લીધો અને બાદમાં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. આ પહેલા નક્કી કરવામાં આવેલી ટ્રિપ કદાચ તેની છેલ્લી રજાઓ હતી જે તેણે પોતાના મોત પહેલા પોતાના બોયફ્રેન્ડની સાથે પસાર કરવા માટે પ્લાન કરી હતી.

    જોકે રાવને હત્યા વિશે જાણકારી હતી અને તે તેના પ્લાનિંગનો હિસ્સો હતો અને તે પરત ફર્યા બાદ તેના આત્મહત્યના પ્લાન વિશે પણ જાણતો હતો, તેના વિશે હાલ કોઈ પુષ્ટિ નથી થઈ.

    અમૃતા અને રાવ 2017 સુધી સોફ્ટવેર કંપનીમાં સાથે કામ કરતા હતા. બાદમાં અમૃતાએ નોકરી છોડી દીધી. ત્યારબાદથી તે સતત કોઈ કામ નહોતી કરતી. પરંતુ વચ્ચે-વચ્ચે અસાઇમેન્ટ કરતી હતી. યુવતીનો ભાઈ હરીશ પણ શહેરના વાઇડફીલ્ડ વિસ્તારની એક પ્રાઇવેટ કંપનીમાં ટેકનીકલ એક્સપર્ટ તરીકે કામ કરતો હતો.

    માતા અને ભાઈ પર કર્યો હતો હુમલો

    નોંધનીય છે કે, અમૃતાએ હુમલો કરતાં પહેલા પોતાની માતા અને 30 વર્ષીય ભાઈને જણાવ્યું હતું કે તેની ટ્રાન્સફર હૈદરાબાદ કરવામાં આવી છે અને તેને કદાચ ત્યાં જવું પડે. તેના ભાઈએ પોલીસને જણાવ્યું કે સોમવાર સવારે તેણે પોતાની બહેનને કંઈક શોધતા જોઈ તો તેની મદદ કરવાની વાત કહી પરંતુ તેણે ઇન્કાર કરી દીધો.

    તેના ભાઈએ પોલીસને જણાવ્યું કે, થોડીક મિનિટો બાદ યુવતીએ ભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો અને જ્યારે તે મદદ માટે બૂમો પાડી અને માતાને બોલાવી તો યુવતીએ માતાની હત્યા કરી દીધી.

    ભાઈએ જણાવ્યું કે જ્યારે તે ઊંઘી રહ્યો હતો તો તે રૂમમાં ઘૂસી આવી. જ્યારે મેં તેને પૂછ્યું કે તે આવું કેમ કરી રહી છે તો તેણે કહ્યું કે તેણે 15 લાખ રૂપિયાની લોન લીધી છે અને લોન આપનારા લોકો તેના પરિવારને બદનામ કરશે.

    યુવકે જણાવ્યું કે, યુવતીએ કહ્યું કે આવા જીવવાથી તો તે મરી જવું સારું. મહિલાએ એમ પણ કહ્યું કે જે લોકો પાસેથી તેણે પૈસા લીધા છે તે ઘરે આવીને પંસા માંગીને ધમકી આપી રહ્યા છે. તેના ભાઈએ પોલીસને જણાવ્યું કે બહેને માતાને ચાકૂ માર્યું, સળીયાથી હુમલો કર્યો અને પછી ભાગી ગઈ. તેની માતાની લાશ ઘરના બીજા રૂમમાંથી મળી.

    આ પણ વાંચો,

    માતાએ ગળું દબાવીને પોતાના બે દીકરાઓની કરી હત્યા, પડોશના શૌચાલયમાં લાશો છુપાવી દીધી
    રસ્તા કિનારે સૂતાં લોકોની હત્યા કરતો હતો આ 'સાઇકો કિલર', પોલીસે આવી રીતે ઝડપ્યો


    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन