સપ્ટેમ્બરમાં કારના ઓછા વેચાણને ધ્યાનમાં રાખીને કાર ઉત્પાદકો તેમની કારનું વેચાણ વધારવા માટે તહેવારોની સિઝનનો લાભ લેવામાં વ્યસ્ત છે. તેથી જ કંપનીઓ દિવાળી પહેલા ઑફર્સ અને ડિસ્કાઉન્ટ લાવે છે. જાણો આ તહેવારની સિઝનમાં કઇ કારો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ 10 (Hyundai Grand i10) પર 1.95 લાખનો લાભ મળી રહ્યો છે. હ્યુન્ડાઇની ગ્રાન્ડ આઇ 10 મિડસ સેગમેન્ટ છે અને તેની શરૂઆતથી ગ્રાહકો દ્વારા તે પસંદ કરવામાં આવી રહી છે. એ જ રીતે ફોક્સવેગન પર 80 હજારથી વધુ લાભ મળી રહ્યા છે. આ લાભમાં 50 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયા એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 10 હજાર રૂપિયા લોયલ્ટી પોઇન્ટ્સ સામેલ છે.
સેડાન સેગમેન્ટમાં હોન્ડા કાર પર ભારે છૂટ મળી રહી છે. કંપનીએ આ સેગમેન્ટમાં ડીઝલ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે, જ્યારે પેટ્રોલ મૉડેલો પર 2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તે જ સમયે, હ્યુન્ડાઇની અનેક કાર પર 2 લાખ સુધીની છૂટ છે. જેમાં 1.25 લાખ રોકડ અને 75 હજાર રૂપિયાના એક્સચેન્જનો સમાવેશ થાય છે.
એસયુવી સેગમેન્ટની વાત કરીએ તો હોન્ડા સીસીઆરવી એસયુવી (Honda CRV SUV) ડીઝલ વેરિઅન્ટ પર 4 લાખ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
તેવી જ રીતે હ્યુન્ડાઇ ટકસનને 2 લાખ રૂપિયા સુધીનો લાભ મળી રહ્યો છે જેમાં 1.25 લાખની રોકડ અને 75 હજાર રૂપિયાની એક્સચેન્જનો સમાવેશ થાય છે.