ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળી વેકેશન (Diwal vacation 2019) હોય કે ઉનાળુ વેકેશન હોય અલગ-અલગ જગ્યાએ (Popular Tourist Destinations) ફરવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ ફરવા માટે ઘણાં પૈસાની જરૂર પડે છે. કેટલિક વખત વધુ બજેટને લીધે લોકો ફરવાનો પ્લાન ટાળી દે છે. પરંતુ આપ જ્યારે પણ ફરવાનો પ્લાન બનાવો ત્યારે ઈન્સ્યોરન્સ લેવાનું ન ભૂલતા. જો આપ વિદેશોમાં રજાઓ માણવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પણ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ (Travel Insurance) ચોક્સ લો.
માની લો કે વિદેશોમાં રજાઓ દરમિયાન આપની તબિયત ખરાબ થાય અથાવ આપનો કોઈ સામાન રહી જાય છે તો આ સ્થિતિમાં આ ઈન્સ્યોરન્સ આપને કામ આવી શકે છે. કેટલાક દેશોએ પોતાને ત્યાં આવનારા ટૂરિસ્ટો માટે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અનિવાર્ય કર્યો છે. ટ્રાવેલ ઈન્સ્યોરન્સના અનેક લાભ છે. જેમકે માનીલો આપનો સામાન ચોરાઈ જાય ચે તો તેની ભરપાઈ ઈન્સ્યોરન્સ કંપની કરશે. તેથી બહાર જતા પહેલાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેવાની સલાહ અપાય છે.
જોકે, કેટલિક કંપનીઓ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઑફર કરે છે. તેમના પ્લાન, ફિચર્સ અને નિયમ (Plan, Features and Rule) અલગ-અલગ હોય છે. તેથી આપ એ જ પ્લાન પસંદ કરો જે આપની જરૂર મુજબનો હોય. ઈન્સ્યોરન્સ ખરીદતા પહેલાં કેટલિક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.
દરેક કંપનીઓ દરેક સ્થળ માટે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઑફર નથી કરતી. તેથી એ વાતનું કાસ ધ્યાન રાખવું કે જે જગ્યાએ આપ જઈ રહ્યા ચો તે ટ્રાવેલ ઈન્સ્યોરન્સમાં સમાવિષ્ટ ચે કે નહીં. ઈન્સ્યોરન્સ કંપની પાસે મેડિકલ હેલ્પલાઈન છે કે કેમ એ પણ જાણી લેવું. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈન્સ્યોરન્સમાં આપનો આખો પ્રવાસ અને આપની સાથે જનારા દરેક સભ્યો કવર થાય છે કે નહીં. આ ઉપરાંત ક્લેમ સેટલમેન્ટ રેસિયોની સરખામણી પણ અન્ય કંપનીના પ્લાન સાથે કરી લેવી.
Published by:Pankaj Jain
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર