પાકિસ્તાન (Pakistan)માં 15 જૂનથી જે બે ભારતીય ઉચ્ચાયોગના (Indian High Commission) કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની સાથે પાકિસ્તાની પોલીસે અમાનવીય વ્યવહાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. બંને પીડિતોએ જણાવ્યું કે તેમની ખાલી 12 કલાક સુધી અટકાયત જ નથી કરવામાં આવી તેમને રોડ પર માર પણ મારવામાં આવ્યો હતો. આ સિવાય બંનેને ગંદુ પાણી પણ પીવા મજબૂર કરવામાં આવ્યા હતા. મળતી જાણકારી મુજબ બંને અધિકારીઓના શરીર પર મારના અનેક નિશાન પણ નજરે પડે છે.
ભારતીય ઉચ્ચાયોગના આ બંને કર્મચારીઓ કાલ સવારથી ગુમ હોવાની ખબર મળ્યા પછી તેમને પાકિસ્તાન પોલીસે કથિર હિટ એન્ડ રન કેસમાં પકડ્યા હોવાની વાત બહાર આવી હતી. આ બંનેએ જણાવ્યું કે તેમને હથકડી લગાવી આંખો પર પટ્ટી બાંધીને લઇ જવામાં આવ્યા હતા. વળી 12 કલાક સુધી ભારતીય ઉચ્ચાયોગની પાસેની જ કોઇ જગ્યાએ ધરપકડ કરી રાખવામાં આવ્યા હતા. જેથી ઉચ્ચાયોગના અધિકારીઓની પ્રતિક્રિયા પર પણ નજર રાખી શકાય.
બંને ભારતીય અધિકારીઓની ઓળખ પૉલ સિલ્વાદેસ અને દ્રવિમ બ્રહ્મના રૂપમાં કરવામાં આવી છે. તેમણએ કહ્યું કે 15 -16 લોકોએ તેમની ગાડીને લગભગ 6 વહાનો સાથે ઘેરી હતી. પછી તેમની આંખો પર પટ્ટી લગાવીને તેમને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. જ્યાં 6 કલાક તેમની પુછપરછ કરવામાં આવી અને તેમને સાથે મારપીટ પણ કરાઇ.
ભારતીય અધિકારીઓને વારંવાર રોડ, લાકડી અને ડંડાથી માર મારી ગંદુ પાણી પીવા માટે મજૂબર કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ બંને ઉચ્ચાયોગમાં કોણ કોણ કામ કરી છે તે વ્યક્તિગત જાણકારી પણ પુછવામાં આવી હતી. જે પછી રાતે લગભગ 9 વાગે આ બંને અધિકારીઓને ભારતીય ઉચ્ચાયોગને સોંપવામાં આવ્યા હતા.