નવી દિલ્હી : એલએસી પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવે હિંસક સ્વરૂપ લઈ લીધું છે. આ હિંસક ઝડપમાં બંને દેશની સેનાઓને નુકસાન થયું છે. ઉચ્ચ પદસ્થ સરકારી સૂત્રોએ News18ને બતાવ્યું કે ગલવાન નદી (Galwan River)પર જીવલેણ ઝડપ થઈ હતી. જેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ (Colonel Santosh Babu) અને અન્ય બે જવાનો શહીદ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય સેનાએ પીપુલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army)ના ટેન્ટ હટાવવા માટે મોરચો ખોલી દીધો હતો. આ ટેન્ટનો પોઝિશન કોડ કંટ્રોલ પોઇન્ટ 14 પાસે લગાવવામાં આવ્યો હતો. જે એલએસીના (Line of Actual Control)ભારતીય પક્ષની અંદર આવે છે.
ઝડપ કેવી રીતે શરૂ થઈ તેને લઈને પણ કેટલીક જાણકારી સામે આવે છે. ઘટનાઓથી પરિચિત સરકારી સૂત્રોએ જણાવ્યું કે PLAના સૈનિકોએ પોઇન્ટ 14ની ઉપર ઉંચી જમીનથી પત્થર ફેંકીને ભારતીય કાર્યવાહીનો જવાબ આપ્યો અને પછી લોખંડની વસ્તુઓ અને ક્લબોનો ઉપયોગ હુમલા માટે કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે બંને તરફથી સૈનિકો વચ્ચેની લડાઇમાં બંનેના સૈનિકોને ઇજા પહોંચી છે. સૂત્રોએ જણાવ્યું કે વધારે સારવાર માટે સૈનિકોને મિલટ્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોઇન્ટ 14 ગલવાન અને શ્યોક નદીના સંગમ પાસે છે. ગત સપ્તાહે એક ડિવીઝન કમાન્ડર સ્તરની વાતચીત આ સ્થાન પર થઈ હતી. જ્યાં ભારતીય સેના અને PLAએ સૈનિકોને ઓછા કરવા માટે સહમતિ બતાવી હતી.
બંને દેશોને નુકસાન થયું છે - વિદેશ મંત્રાલય
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા (Foreign Ministry) અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત અને ચીન (India and China)વચ્ચે સૈન્ય અને ફૂટનીતિક સ્તરની વાતચીત યથાવત્ છે. તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગલવાન ઘાટીમાં ચીની સેના એલએલીનું સન્માન કરતા પાછળ હટવા લાગી હતી પણ 15 જૂને ચીન દ્વારા સ્થિતિ બદલવા લાગી હતી. આ પછી હિંસક ઝડપ થઈ હતી. ઝડપમાં બંને પક્ષોને નુકસાન થયું છે. જોકે આનાથી બચી શકાયું હોત.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર