Home /News /samachar /

1 નવેમ્બરથી બદલાયા જરૂરી નિયમો, ધ્યાન નહીં આપો તો મોટું નુકસાન થશે

1 નવેમ્બરથી બદલાયા જરૂરી નિયમો, ધ્યાન નહીં આપો તો મોટું નુકસાન થશે

પહેલી નવેમ્બરથી બેંકો સંબંધિત નિયમો ઉપરાંત રસોઈ ગેસ અને કાર પર મળતા વળતરમાં પણ બદલાવ થયો છે. સાથે જ મહારાષ્ટ્રમાં બેંકો ખુલવાનો સમય પણ બદલાયો છે.

પહેલી નવેમ્બરથી બેંકો સંબંધિત નિયમો ઉપરાંત રસોઈ ગેસ અને કાર પર મળતા વળતરમાં પણ બદલાવ થયો છે. સાથે જ મહારાષ્ટ્રમાં બેંકો ખુલવાનો સમય પણ બદલાયો છે.

    નવી દિલ્હી : આજથી નવા મહિનાની શરૂઆત સાથે જ કેટલાક નિયમો બદલાયા છે. બેંક સાથે જોડાયેલા નિર્ણયો, કારો પર મળતું વળતર અને રસોઈ ગેસની કિંમતમાં બદલાવ થયો છે. આ તમામ બદલાવની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તો જાણીએ આજથી નિયમોમાં શું મોટા બદલાવ આવ્યા છે.


    બચત ખાતા પર વ્યાજદરમાં ઘટાડો : દેશની સૌથી મોટી બેંક SBI (State Bank of India)એ આજથી ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડ્યા છે. બેંકના આ નિયમને કારણે 42 કરોડ ગ્રાહકો પર સીધી અસર પડશે. SBIએ 9મી ઓક્ટોબરના રોજ કરેલી જાહેરાત પ્રમાણે એક લાખ રૂપિયા સુધી ડિપોઝિટ પર વ્યાજદર 0.25 ટકા ઘટીને 3.25 ટકા કરી દેવામાં આવ્યો છે. એક લાખથી વધારે ડિપોઝિટ પર વ્યાજ દર (Deposit Interest Rate)ને રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યો છે.


    વેપારીઓ માટે પેમેન્ટના નિયમોમાં ફેરફાર : દેશના લાખો વેપારીઓ માટે આજથી નિયમોમાં મહત્વના ફેરફાર કરાયા છે. નાણા મંત્રાલય પહેલી નવેમ્બરથી પેમેન્ટ લેવાના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. જે અંતર્ગત વેપારીઓએ હવેથી ડિજિટલ પેમેન્ટ (Digital Payment) લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત ગ્રાહક કે પરચૂરણ વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ કે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલી શકાશે નહીં.


    આજથી મહારાષ્ટ્રમાં બેંકો માટે નવું ટાઇમ ટેબલ લાગૂ થયું છે. આજથી મહારાષ્ટ્રમાં બેંકો એક જ નિર્ધારિત સમયે ખુલશે અને બંધ થશે. બેંકોનો સમય સવારે 10 વાગ્યાથી પાંચ વાગ્યાનો હોય છે. જેમાં પૈસાની લેવડ દેવડ બપોરના 3:30 વાગ્યા સુધી થાય છે. નવા ટાઇમ ટેબલ પ્રમાણે મહારાષ્ટ્રમાં બેંકો સવારે નવ વાગ્યે ખુલશે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. અમુક બેંકોનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો રહેશે.


    CNG-PNG કિંમતોમાં ફેરફાર : આજથી ઓઇલ કંપનીઓ CNG અને PNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ બદલાવની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. કિંમત વધશે તો ગ્રાહકો પર વધારે બોઝ પડશે.


    LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર : ગત 01 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) એટલે કે રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો હતો. આ સતત બીજો મહિનો હતો જ્યારે એલપીજીની કિંમતમાં વધારો થયો હતો. ઓક્ટોબરમાં સબસીડી વગરના ગેસની બોટલની કિંમતમાં 15 રૂપિયાનો વધારો થયો હતો. એવામાં એવી આશા રાખવામાં આવી રહી છે કે નવેમ્બરમાં રાંધણ ગેસની કિંમતમાં ઘટાડો થશે.


    કારો પર મળતું વળતર ઓછું થશે : આજથી કારો પર મળતું ભારે વળતર ખતમ થશે. વર્તમાન સમયમાં અનેક મોટી કાર ઉત્પાદક કંપનીઓ કારો પર ભારે છૂટ આપી રહી છે. હવે આ કંપનીઓનું કહેવું છે કે લાંબા સમય સુધી વળતર આપવું શક્ય નથી. એક મીડિયા રિપોર્ટમાં મારુતિ સુઝુકીના માર્કેટિંગ તેમજ Executive Director શશાંક શ્રીવાસ્તવના હવાલેથી કહેવામાં આવ્યું છે કે બજારને ફરીથી જીવંત કરવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ આવું હંમેશા ન થઈ શકે. આથી હવેથી આવી છૂટ ઓછી થવાની સંભાવના છે.
    First published:

    આગામી સમાચાર