હિમાચલ પ્રદેશનો પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ વાંચી લેજો. કેમ કે, હવામાન ખાતા દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે, આગામીવ બે-ત્રણ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષ થવાની પુરી શક્યતા છે. અને આ માટે અહીં આવતા પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવે છે.
સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને એવી સલાહ આપવામાં આવી છે કે, પહાડી વિસ્તારમાં જવુ નહી. બરફ વર્ષનાં કારણે રસ્તાઓ બંધ થવાની શક્યતા રહેલી છે. જેથી રોડ બંધ થઇ જતા ફસાઇ જવાની શક્યતા રહેલી છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, બરફ વર્ષનાં કારણે જીવન જરુરી ચીજવસ્તુઓનાં પરિવહનમાં તકલીફ પડી શકે તેમ છે. ખાસ કરીને, શિમલા, કુલુ, મંડી, સિરમુર, ચામ્બા, લાહોલ-સ્પિટી અને કિન્નોર જિલ્લામાં મધ્યમથી ભારે બરફ વર્ષ થવાની શક્યતા છે. ખાસ કરીને 4 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી બરફ વર્ષાની આગાહી કરવામાં આવી છે.
પ્રવાસીઓનાં પ્રિય સ્થળ એવો નારકંડા, કુફરી, ડેલહાઉસી અને મનાલીમાં મધ્યમ બરફ વર્ષ થવાની શક્યા દર્શાવાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેલોંગ અને લાહોલ-સ્પિટી જિલ્લામાં માઇનસ 4.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હિમાલચ પ્રદેશનું સૌથી નિંચુ તાપમાન અહીંયા નોંધાયુ હતું
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર