અમિત શાહનો ઠાકરેને જવાબ- PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે
અમિત શાહનો ઠાકરેને જવાબ- PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે
શિવસેના સાથે દોસ્તી તૂટ્યા પછી અમિત શાહે કહ્યું, અમને શિવસેનાની નવી શરતો મંજૂર નહોતી. જ્યાં સુધી સી.એમ. પદનો સવાલ છે તો PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે
શિવસેના સાથે દોસ્તી તૂટ્યા પછી અમિત શાહે કહ્યું, અમને શિવસેનાની નવી શરતો મંજૂર નહોતી. જ્યાં સુધી સી.એમ. પદનો સવાલ છે તો PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર પ્રથમ વાર ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલે રાજ્યપાલની ભૂમિકાનો બચાવ કર્યો છે. શિવસેના સાથે ધમસાણ બાદ દોસ્તી તૂટ્યા બાદ તેમણે કહ્યું, 'અમને શિવસેનાની નવી શરતો મંજૂર નહોતી. જ્યાં સુધી સીએમ પદનો સવાલ છે ત્યાં સુધી PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે.
રાજ્યપાલની ભૂમિકા પર તેમણે કહ્યું,' સરકારની રચના કરવા માટે તમામ પક્ષોને પૂરતો સમય મળ્યો હતો. 18 દિવસના સમય બાદ રાષ્ટ્રપતિ સાશન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ એક પછી એખ તમામ પાર્ટીઓને બોલાવી અને ત્યારબાદ શિવસેના, એનસીપી કે ન તો અમે કોઈ બહુમત સાબિત ન કરી શક્યા. આજે પણ જેની પાસે આંકડો હોય તે બહુમત હોય તે સરકાર બનાલી શકે છે.'
#WATCH Amit Shah to ANI on collapse of alliance with Shiv Sena: Before elections PM&I said many times in public that if our alliance wins then Devendra Fadnavis will be the CM, no one objected back then. Now they have come up with new demands which are not acceptable to us. pic.twitter.com/vb8XB4okI4
અમિત શાહે ઉદ્ધવ ઠાકરેના આરોપ પર જવાબ આપતા કહ્યું, ' અમે તો શિવસેના સાથે મળી સરકાર રચવા તૈયાર હતા. ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીએ અને મેં અનેક વાર કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ ફડણવીસ જ રાજ્યના મુખ્યમંત્રી બનશે. જો તમને સમસ્યા હતી તો એ સમયે જ કહેવું હતું. તેઓ નવી શરતો સાથે આવ્યા જે માની શકાય તેમ નહોતી'
#WATCH BJP President Amit Shah to ANI:The Governor has not denied chance to anyone(to form Govt). A learned lawyer like Kapil Sibal is putting forth childish arguments like ‘we were denied a chance to form Govt’. #Maharashtrapic.twitter.com/Aac2hpVIHD
ગૃહ મંત્રીએ જણાવ્યું, 'આજે પણ જો કોઈની પાસે નંબર હોય તો સરકારની રચના કરી શકે છે. રાજ્યપાલ કોઈને પણ તક આપવાની ના નથી પાડી રહ્યા. કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ વકીલો બાળકોની જેમ વાત કરી રહ્યા છે. રાજ્યપાલ જેવા બંધારણીય પદને રાજકારણમાં ઘસડવાનું કોઈ કારણ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર