કોરોના વાયરસની મહામારી (Coronavirus)ના કારણે લૉકડાઉન (Lockdown)થી દુનિયાભરની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે. તમામ વેપાર-ધંધા ખરાબ રીતે પ્રભાવિત થયા છે. હોટલ ઇન્ડસ્ટ્રીને પણ તેનાથી ભારે નુકસાન પહોંચ્યું છે. હવે ભલે રેસ્ટોરાં ફરી શરૂ ખુલવા લાગ્યા પરંતુ કોરોના સંક્રમણનો ડર વેક્સીન (Vaccine) આવે ત્યાં સુધી રહેશે જ. એવામાં અમેરિકાના વર્જિનિયા (Virgina)માં એક હોટલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નો અજબ રસ્તો શોધી કાઢ્યો છે. હોટલે પોતાને ત્યાં આવાનારા ગ્રાહકોને ખાલીપણાનો અહેસાસ ન થાય તે માટે ખાલી સીટો પર પૂતળાને બેસાડ્યા છે.
‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટ મુજબ, નોર્ધર્ન વર્જિનિયામાં Inn at Little Washington નામની રેસ્ટોરાં કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને અનોખી યોજના બનાવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે હોટલમાં હવે ભીડ એકત્ર ન થઈ શકે. હોટલની ક્ષમતાનો માત્ર 50 હિસ્સો જ ભરી શકાશે. માત્ર 50 ટકા ગેસ્ટ અને ગ્રાહક જ હોટલમાં લંચ-ડિનર કરવા આવી શકશે. એવામાં 50 ટકા ખાલી સીટોથી હોટલમાં આવેલા ગ્રાહકોને ખાલીપણાનો અહેસાસ થઈ શકે છે. તે ખાલીપણાને દૂર કરવા માટે ખુરશીઓ પર પૂતળાઓને સ્ટાઇલમાં બેસાડવામાં આવશે. આ પૂતળાઓને પણ મોંઘી સ્કોચ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવશે.
વર્જિનિયાની આ જાણીતી હોટલમાં ગ્રાહકોની સાથે પૂતળાઓને ખુરશીમાં બેસાડવામાં આવશે. તેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રહેશે અને હોટલ ખાલી પણ નહીં લાગે. જ્યાં કેટલાક લોકો માટે અલગ અનુભવ હોઈ શકે છે બીજી તરફ લોકો બાજમાં બેઠેલા નિર્જીવ પૂતળાઓથી અસહજ અનુભવ કરી શકે છે.
વર્જિનિયાની આ હોટલ પોતાના લુક તથા ફીલના કારણે અલગ ઓળખ ધરાવે છે. અહીં ડેકોરેશન પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 29 મેથી હોટલના ખુલવાની શક્યતા છે. એવામાં ગ્રાહકોને એકલવાયું દૂર કરવા માટે પૂતળાઓને આસપાસ બેસાડવાની યોજના બનાવવામાં આવી છે.