નવી દિલ્હીઃ અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) 1970ના દશકના સમયથી ભારત-અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યા છે. વર્ષ 2008માં બંને દેશોની વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતી (Nuclear Deal) માટે સેનેટની મંજૂરી અપાવવામાં તેઓએ અગત્યની ભૂમિકા નિભાવી હતી અને આતંકવાદ (Terrorism) વિરોધી અનેક બિલોને તેમણે સમર્થન આપ્યું હતું.
વર્ષ 2001માં બાઇડન સેનેટની વિદેશી સંબંધી સમિતિના અધ્યક્ષ હતા અને તેઓએ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશને પત્ર લખીને ભારત પર લાગેલા પ્રતિબંધોને હટાવવાની માંગ કરી હતી. અસૈન્ય સમજૂતીને ફાઇનલ કરવા માટે બંને દેશોની વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી હતી ત્યારે બાઇડન સીનેટમાં ભારતના એક અગત્યના સહયોગી તરીકે ઉપસ્થિત હતા. આ સમજૂતી બંને મજબૂત લોકતંત્રોની વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા માટે પાયારૂપ સાબિત થઈ.
સામરિક મામલાઓના જાણકાર મનાતા વિશેષજ્ઞ પી. એસ. રાઘવને કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં બાઇડન ઉપરાષ્ટ્રપ્રમુખ હતા અને સંબંધોને વિકસિત કરવાની પ્રક્રિયાનો અગત્યનો હિસ્સો હતા. હિન્દ-પ્રશાંત સમજૂતી ઓબામાના કાર્યકાળમાં શરૂ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવાર રાત્રે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં જીત નોંધાવવા માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડનને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂતી પ્રદાન કરવામાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
Congratulations @JoeBiden on your spectacular victory! As the VP, your contribution to strengthening Indo-US relations was critical and invaluable. I look forward to working closely together once again to take India-US relations to greater heights. pic.twitter.com/yAOCEcs9bN
બાઇડન ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે જુલાઈ 2013માં ચાર દિવસીય પ્રવાસ પર ભારત આવ્યા હતા, ત્યારે તેઓએ તત્કાલીન રાષ્ર્ષપતિ પ્રણવ મુખર્જી, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિસ અંસારી સાથે મુલાકાત કરી હતી અને દિલ્હીમાં ગાંધી સ્મૃતિ સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી. તેઓ મુંબઈ પણ ગયા હતા જ્યાં તેઓએ કારોબારીના આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નીતિ પર ભાષણ આપ્યું હતું.
ભારત-અમેરિકાની વચ્ચે રણનીતિક સંબંધ થયા મજબૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2014માં જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે તત્કાલીન ઉપરાષ્ર્ીપ્રમુખ બાઇડને તેમના માટે ભોજન સમારંભની મેજબાની કરી હતી. બરાક ઓબામાના કાર્યકાળમાં ભારત અને અમેરિકાની વચ્ચે વ્યૂહાત્મક અને રક્ષા સંબંધોમાં મુખ્ય વિસ્તાર થયો અને તેમાં બાઇડને અગત્યની ભૂમિકા નિભાવી હતી.
ભારતને અગત્યના રક્ષા પાર્ટનરનો દરજ્જો આપવામાં આવ્યો
ઓબામા પ્રશાસને જ 2016માં ભારતને અમેરિકાના અગત્યના રક્ષા પાર્ટનરનો દરજ્જો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાગી સભ્યના દાવાને પણ ઓબામા પ્રશાસને સમર્થન કર્યું હતું. પોતાના પ્રચાર દસ્તાવેજોમાં બાઇડને અમેરિકા-ભારત પાર્ટનરશીપને લઇ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે અને ક્ષેત્રમાં ખતરાઓનો સામનો કરવામાં ભારતનો સાથ આપવાની વાત કહી છે. ગત થોડાક વર્ષોથી અમેરિકા અને ભારતના સંબંધોમાં ઘણો વિકાસ થયો છે અને તેમાં અમેરિકામાં વસતા 40 લાખ ભારતીય-અમેરિકન લોકોની વિશેષ ભૂમિકા રહી છે. અમેરિકા ભારતનો સૌથી મોટો કારોબારી પાર્ટનર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર