ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ ખાતે 12 ધોરણના વિદ્યાર્થીને તેની માતાએ ટીવી (TV) જોવાની ના પાડી ત્યારે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ ઘટના યુપીના ધુમનગંજ વિસ્તારની છે. જાણકારી અનુસાર મૃતક પોલીસ સ્ટેશન વિસ્તારની શંકુતલા કુંજ કોલોનીમાં રહેતો હતો તે એક એરફોર્સના કર્મચારીનો પુત્ર હતો. 12 ધોરણના વિદ્યાર્થીને તેની માતાએ ટીવી જોવાની ના પાડી. તેનાથી નારાજ થઈને પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી.
મૃતક વિદ્યાર્થીનું નામ શુભાશિષ મિશ્રા કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેના ઘરની અંદરથી પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પરંતુ પરિવારજનોની પૂછપરછ કર્યા બાદ પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર