મુંબઇ: અક્ષય કુમાર (Akshay Kumar), કરિના કપૂર (Kareena Kapoor), કિઆરા અડવાણી (Kiara Advani), દિલજીત દોસાંજ (Diljit Disanjh)ની અપકમિંગ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. કરન જોહરનાં પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ એક સિચ્યુએશનલ કોમેડી છે. જેમાં બે પરણીત જોડી વચ્ચે ખુબજ મોટુ કન્ફ્યૂઝન થઇ ગયુ છે.
ટ્રેલરમાં કહાનીમાં બે બત્રા ફેમીલી બતાવવામાં આવી છે. કરિના અને અક્ષય જે ઘણો પ્રયાસ કરે છે પણ નેચરલી તેમને બેબી નથી થતું જેને કારણે તેઓ IVF પ્રોસેસ અપનાવે છે. જ્યારે અન્ય એક જોડી મોનિકા અને હની એટલે કે કિયારા અને દિલજીત જેમની સરનેમ પણ બત્રા છે તેઓ પણ તે જ IVF સેન્ટર પહોંચે છે પણ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે હોસ્પિટલની ભૂલને કારણે તેમનાં સ્પર્મ અદલા બદલી થઇ જાય છે. અને બંને મિસિસ બત્રા પ્રેગ્નેન્ટ થઇ જાય છે.
આ ફિલ્મમાં ચાર મુખ્ય કિરદાર છે. પણ દિલજીત દોસાંજ એક દિલચસ્પ પંજાબી છે અને તેની ટ્રેલરમાં બતાવવામાં આવેલી તમામ લાઇન મજેદાર છે. આ ફિલ્મ આ વર્ષે 27 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે.