Home /News /samachar /

સુરત એરપોર્ટ ખાતે એર કનેક્ટિવિટીમાં 500 ગણો વધારો, સરકારે હાઈકોર્ટમાં સબમિટ કર્યો રીપોર્ટ

સુરત એરપોર્ટ ખાતે એર કનેક્ટિવિટીમાં 500 ગણો વધારો, સરકારે હાઈકોર્ટમાં સબમિટ કર્યો રીપોર્ટ

2016માં સુરતને એરપોર્ટ અને એર કનેક્ટિવિટી અંતર્ગત થતા અન્યાય સામે સુરત એરપોર્ટ એકશન કમિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવેલ હતી

2016માં સુરતને એરપોર્ટ અને એર કનેક્ટિવિટી અંતર્ગત થતા અન્યાય સામે સુરત એરપોર્ટ એકશન કમિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવેલ હતી

  સંજય જોશી, અમદાવાદ : વર્ષ 2016માં સુરતને એરપોર્ટ અને એર કનેક્ટિવિટી અંતર્ગત થતા અન્યાય સામે સુરત એરપોર્ટ એકશન કમિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવેલ હતી. જયારે અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે સુરત એરપોર્ટ પરથી રોજની સુરત દિલ્હી વચ્ચે સવારમાં 70 સીટ વાળું CRJ એરક્રાફ્ટ, સાંજ 168 સીટ વાળી એરબસ, 320 અને સુરત મુંબઈ વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ 70 સીટ વાળુ ATR કક્ષાનું એરક્રાફ્ટ,બસ આટલી જ હવાઇ મુસાફરી માટેની સેવાઓ ઉપલબ્ધ હતી. સુરત શહેરમાં સુરત એરપોર્ટ એકશન કમિટી દ્વારા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો , અન્યાય સામે ભૂખ હડતાળો અને 11 કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવી જનતા અને સરકારને જાગૃત કરવામાં પ્રયાસો હાથ ધરાયા હતા.

  સુરત એરપોર્ટ એકશન કમિટી દ્વારા કરવામાં આવેલ PIL ના જવાબ રૂપે સરકાર તરફથી એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રજુ કરવામાં આવેલા એહવાલમાં PIL ના 3 વર્ષ બાદ સુરત એરપોર્ટની પ્રગતિ એરક્રાફ્ટ મૂવમેન્ટમાં 212% અને યાત્રીઓની સંખ્યામાં 536% જેટલી થઈ હોવાનું સમર્થન આપ્યું છે.

  હાલમાં સુરત એરપોર્ટ પર વાર્ષિક 4651 ની જગ્યા પર 14548 જેટલા એરક્રાફ્ટ મૂવમેન્ટ થઈ રહી છે. વાર્ષિક 194688 યાત્રીઓ સામે હવે 1238724 જેટલા યાત્રીઓની વર્ષ 2018-19માં નોંધણી થઇ છે. ઉપરોક્ત ડેટાઓ જોઈ ખુશ થયેલ હાઈકોર્ટે અરજદારને પિટિશન અંગે અભિપ્રાય પૂછતાં અને સુરત એરપોર્ટની પ્રગતિ અને ચાલી રહેલ ઇન્ફ્રાસ્ટ્રકચર કામો ધ્યાને લઇને મોટા ભાગની માંગણીઓ પૂરી થઇ હોવાનું જણાવામાં આવ્યું હતું. તદુપરાંત સરકાર તરફથી ભવિષ્યમાં આ પ્રકારના ડેવલોપમેન્ટ અને અગત્યતા જાળવી રાખશે એવી આશા વ્યક્ત કરી, અરજી પરત ખેંચવા સંમતિ બતાવી હતી. તેથી હાઇકોર્ટ ના જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.પી.પટેલ દ્વારા સુરત એરપોર્ટને લગતી આ PIL નો નિકાલ કરવા માટેનો ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો.
  Published by:Pankaj Jain
  First published:

  આગામી સમાચાર