ગુજરાતની આઠ વિધાનસભા (Gujarat VidhanSabha) બેઠકો ઉપર પેટા ચૂંટણી (by election) થવાની છે. અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ પહેલા કૉંગ્રેસ (congress) અને ભાજપે (BJP) મતદાતાઓને આકર્ષવાનું કામ શરૂ કરી દીધું છે. આ સાથે બંન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપબાજી પણ શરૂ કરી દીધા છે. કૉંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ (Arjun Modhwadia) કરજણની જાહેરસભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R. Patil) પણ હુમલો કર્યો હતો.જેમાં તેમણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટીલ જ્યારે કોન્સ્ટેબલ હતાં ત્યારે દારૂની ગાડીનુ પાયલોટિગ કરતાં હતાં. આ આરોપમાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
મોઢવાડિયાનો આક્ષેપ
મોઢવાડિયાનાં આ આરોપથી પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તેમણે કરજણની એક જાહેરસભામાં જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ સામે કુલ 107 કેસો નોંધાયેલાં છે. લોકસભાની ચૂંટણી વખતે રજૂ કરેલાં એફિડેવિટમાં આ કેસોની વિગત દર્શાવાઇ છે. પાટીલ પર બેન્કમાં ઉચાપત કર્યાનો પણ કેસ નોંધાયેલો છે. પાટીલ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, પાટીલ જયારે પોલીસ કોન્સ્ટેબલ હતાં ત્યારે દારૂની ગાડીનું પાયલોટીંગ કરતાં હતાં. જેથી પાટીલને પોલીસ કોન્સ્ટેબલમાથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. ભાજપમાં આવા 32 લક્ષણા નેજા માત્ર ભાજપમાં જ છે.ભાઉ આજે ભાઇને ભારે પડી રહ્યાં છે.
આવા આક્ષેપોના પલટવારમાં સી.આર. પાટીલે જવાબ આપ્યો હતો કે, કૉંગ્રેસ માત્ર બેબુનિયાદ આક્ષેપો કરે છે જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય. કૉંગ્રેસ પાસે પૂરાવા હોય તો જનતા સામે મૂકે. મારી પર કોઇ ક્રિમીનલ કેસ નથી. જો આ વાત પુરવાર કરી શકે તો હું સાંસદ તરીકે રાજીનામુ આપી દઇશ.
નોંધનીય છે કે, ગુજરાતની આઠ અને મધ્ય પ્રદેશની 16 બેઠક મળીને દેશના વિવિધ રાજ્યોમાં 56 વિધાનસભા બેઠક અને એક લોકસભા બેઠક માટે પણ ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 54 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના મતદાન હાથ ધરાશે.
જ્યારે બિહારમાં એક લોકસભા બેઠક અને મણિપુરમાં 2 વિધાનસભા બેઠક ઉપર 7 નવેમ્બરના પેટાચૂંટણી યોજાશે. તમામ પેટા ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરના જાહેર કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર