Home /News /samachar /

દિવાળીમાં પડતર દિવસે જ સેલ્સમેન લૂંટાયો, બાઈક પર આવેલા શખશો 3.25 લાખ લૂંટી ફરાર

દિવાળીમાં પડતર દિવસે જ સેલ્સમેન લૂંટાયો, બાઈક પર આવેલા શખશો 3.25 લાખ લૂંટી ફરાર

પલ્સર પર આવેલા બે શખ્સો હથિયાર બતાવી 3.25 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા નારોલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પલ્સર પર આવેલા બે શખ્સો હથિયાર બતાવી 3.25 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા નારોલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

    અમદાવાદ : દિવાળી (Diwali 2020)  ટાણે શહેર પોલીસ (Ahmedabad Police) પેટ્રોલિંગમાં હતી ત્યારે માધુપુરામાં એક લૂંટનો (loot) બનાવ બન્યો હતો. બાદમાં નારોલ વિસ્તારમાં પણ એક સેલ્સમેન લૂંટાયો હોવાની ઘટના બની છે. આ સેલ્સમેન કલેક્શનના 3.25 લાખ રૂપિયા લઈને જતો હતો ત્યારે પલ્સર પર આવેલા બે શખ્સો હથિયાર બતાવી 3.25 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા નારોલ પોલીસે (Narol Police) આ મામલે તપાસ શરૂ કરી છે.

    શહેરના સરસપુરમાં રહેતા ડાહ્યાલાલ પ્રજાપતિ જમાલપુર ખાતે શાકભાજીની દુકાનમાં કેશ કલેકશનનું કામ કરી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કોરોનાના કારણે લોકડાઉન હતું ત્યારે જમાલપુર માર્કેટમાંથી શાકભાજીનો વેપાર ધંધો અસલાલી સર્કલ પાસે ખસેડવામાં આવ્યો હતો. જેથી તેઓને સ્પેશિયલ આદુના વેપારનું કામ સોંપ્યું હતું. જેથી તેઓ પોતાનું વાહન લઇને રોજ અસલાલી જતા હતા. ત્યારે ગત 15 તારીખે તેઓ તથા તેમના મજૂર અને અન્ય એક સેલ્સમેન સાથે રાતના નવેક વાગ્યે આદુના વેપારનું કલેક્શન કરી સેલ્સમેન સાથે એક્ટિવા લઈને ઘરે જવા નીકળ્યા હતા.

    અમદાવાદ : જૈન ચવાણા માર્ટના માલિકને પથ્થરના ઘા ઝીંકી લૂંટી લીધા, દિવાળીનો વકરો ગણવો ભારે પડ્યો

    અમદાવાદ : Coronaના કેસ ફરી વધતા નીતિન પટેલ સિવિલ દોડી આવ્યા, વેન્ટિલેટરની સંખ્યા વધારાશે

    ત્યારે અસલાલીથી નારોલ સર્કલ તરફ જતા હતા તે વખતે રાત્રે શાહવાડી બ્રિજ પરથી પસાર થતા હતા. ત્યારે પલ્સર બાઈક પર બે શખ્સો પાછળથી આવ્યા હતા અને એકટિવામાં આગળ મૂકેલા આદુના કલેક્શનના 3.25 લાખ ભરેલો થેલો ઝુંટવી નારોલ સર્કલ તરફ ભાગી ગયા હતા.

    આ શખસોએ ડાહ્યાલાલને છરા જેવું હથિયાર બતાવ્યું હતું. ડાહ્યાલાલે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ આ બે શખશો ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
    First published:

    આગામી સમાચાર