Home /News /samachar /

અમદાવાદ BJP કાર્યકર્તાના નામે 'લેટર બૉમ્બ' વાયરલ, શહેર પ્રમુખ વિરુદ્ધ PM મોદીને પત્ર લખ્યો

અમદાવાદ BJP કાર્યકર્તાના નામે 'લેટર બૉમ્બ' વાયરલ, શહેર પ્રમુખ વિરુદ્ધ PM મોદીને પત્ર લખ્યો

પત્રમાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ વિરુદ્ધ અમરાઈવાડી પેટાચૂંટણીની કામગીરીના સંદર્ભમાં આક્ષેપો સાથેની ફરિયાદ. નનામો પત્ર શહેર ભાજપમાં ચર્ચાનો વિષય

પત્રમાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ વિરુદ્ધ અમરાઈવાડી પેટાચૂંટણીની કામગીરીના સંદર્ભમાં આક્ષેપો સાથેની ફરિયાદ. નનામો પત્ર શહેર ભાજપમાં ચર્ચાનો વિષય

  અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેર ભાજપના (BJP) વર્તમાન પ્રમુખ (city president) જગદીશ પંચાલ (Jagdish Panchal) સામે ભાજપના કથિત કાર્યકર્તા દ્વારા લવખવામાં આવેલ નનામો (Unnamed Letter) પત્ર હાલ શહેર ભાજપમાં ચર્ચાનો વિષય રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા આ નનામા પત્રમાં શહેર ભાજપના કાર્યતા દ્વારા જગદીશ પંચાલ પર અનેક પ્રકારના આરોપ લગાવામાં આવ્યાછે. પ્રદેશ ભાજપમાં હાલ સંગઠન પર્વ અંર્ગત સંગઠન ની સાહસરચા ચાલી રહી છે.ત્યારે અમદાવાદ શહેર ભાજપ માં પણ સંગઠન ની સહરચના ને લઈ ખુબ ચર્ચા ચાલી રહી છે.તેવામાં શહેર ભાજપના એક કાર્યકર્તા દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને લખેલો એક નનામી પત્ર એ શહેર ભાજપના રાજકારણમાં ગરમાઓ લાવી દીધો છે.

  નનામા પત્રના અંશો

  માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

  ભારતીય જનતા પાર્ટી અમદાવાદ - ગુજરાત ની કેટલીક હકીકતો,

  'પોતાના કાળા કામો ને ઢાંકવા હાલ માં શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી મનુભાઈ કાથરોટિયા વોર્ડ નાં અમારા જેવા લોકો ને બોલાવી જ્ઞાતિ સમીકરણો મંગાવે છે અને મતદાન ન થવા નાં કારણો પૂછી,દોષ નો ટોપલો જ્ઞાતિ અને કાર્યકર્તા ઉપર નાખવા માંગે છે.અમરાઈવાડી ના બાય ઇલેક્શન ની સાચી માહિતી સૌથી વધારે ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ અમદાવાદની છે. અમરાઈવાડી કે જેમાં પાટીદાર આંદોલન સમયે પણ કોર્પોરેશને ૨૦૧૫ અને વિધાનસભા ૨૦૧૭ની ચુંટણી માં ભાજપ ખુબ સરસાઈ થી જીત્યું હસમુખભાઈ પટેલ ને ૫૭૦૦૦ મતો થી જીતાયા. ૨૦૧૯ લોકસભા માં આજ વિધાનસભા માંથી ૯૦,૦૦૦ મતો ની લીડ ડો કિરીટ સોલંકી ને મળી હતી પરંતુ હાલમાંભાજપમાં સૌથી વધારે જૂથવાદ શહેર ભાજપમાં છે. શહેર પ્રમુખ અને મહામંત્રીએ ટિકિટ ફાઇનલ કરી નાખી હતી, સાંસદ પોતાના માણસને ટિકિટ આપવા માંગતા હતા. અચાનક જગદીશ પટેલને ટિકિટ મળતા સૌ કોઈનાં પેટ માં તેલ રેડાયું.
  કોઈ કાર્યકર અમરાઈવાડીમાં વધારે કામ કરે તો તેના ફોટો પાડી શહેર પ્રમુખને મોકલવાની ધમકી આપવામાંઆવતી હતી. કોઈ સોસાયટીમાં કે બુથો માં મતદાનનું આયોજન ઈરાદા પૂર્વક ન કરાયું અને માત્ર બીજી દીશામાં જ કામ કર્યું. જગદીશ પટેલ મોટા થાય તો પૂર્વમાં પોતાને નડી શકે તે માટે શહેર અધ્યક્ષ -શહેરનાં એક મહામંત્રી તથા ધારાસભ્ય સુરેશ પટેલની ટીમ બની. પ્રભારી આઇ.કે.જાડેજાના જગદીશ પટેલનાં સંબંધો પણ સારા ન હોવાના કારણે પ્રભારી એ પણ આ ગેંગ ને ખુબ સપોર્ટ આપ્યો.જગદીશ પટેલ હારે તો ઘણું બધું થાય તેમ હતું. પૂર્વ માં કોઈ મજબૂત હરીફ ન રહે, ભવિષ્ય માં નડે નહિ. હમણાં ચૂંટાયેલા સાંસદ પર દોષનો ટોપલો ધોળી દેવાય. આઇ.કે.જાડેજાથી પ્રદિપસિંહ જાડેજાનું વધતું વજન સહન થતું નથી અને પૂર્વ માં શહેર અધ્યક્ષને પણ ખુચે છે તેથી તેમની ઈમેજ ને પણ નુકસાન કરી ઘણું બધું પર પાડવા ગેંગે તેયારી કરી હતી.પટેલો -પટેલો વચ્ચે ઝઘડો કરાવી નુકશાન કરવા એક પટેલ કાર્યકર ને કોઈ વાંક ગુના વગર સસ્પેન્ડ કરી દેવાયા.કૉંગ્રેસના ઉમેદવાર પણ ભાજપના કાર્યકર્તા હતા પરંતુ ૩ વરસ પહેલાં શહેર પ્રમુખ જગદીશ પંચાલે તેમનું અને પટેલ સમાજનું જાહેરમાં અપમાન કરતા છંછેડાઈ કૉંગ્રેસમાં ગયેલા. આ વાત અને વીડિયો મુખ્યમંત્રી સુધી પહોચ્યાં હતા પણ મુખ્યમંત્રી સાહેબનાં આશિર્વાદ જગદીશ પંચાલને હતા. મતદાનના દિવસની વ્યસ્થા કૉંગ્રેસની પણ આટલી નબળી ન હોય તેવી હતી. સુરેશ પટેલે જ્યાં ૧૦૦ માંથી ૯૦ મતો ભાજપને મળે છે ત્યાં પોતાના વિસ્તાર માં ગેર માર્ગે દોરી વધારે મતદાન કરવાનીનાં પડી હતી જે અન્ય વોર્ડનાં કામ કરતા કાર્યકરો પાસેથી જાણવા મળ્યું, મતદારોને લાવવા લઇ જવાની કોઈ વ્યસ્થા જ ના કરી , સારા બુથોમાં તો બપોરે ૪ વાગ્યા સુધી રીક્ષાની વ્યસ્થા ન કરવામાં આવી. કાર્યકર્તા પોતાના વિસ્તારમાં અને સોસાયટીનાં દરવાજે લગાવવા બેનરો માટે ખુબ લાઈન લગાવી પણ ના જ આપવામાં આવ્યા , બેનરો થી ચૂંટણી ના જીતાય તેવા જવાબ મહામંત્રી કમલેશ પટેલે આપ્યા હતા.'

  આ પણ વાંચો :  ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 1,25,000 બોરી ડુંગળીની આવક, ભાવ ઘટવાની સંભાવના

  શહેર ભાજપના કાર્યકર્તા દ્વારા લખવામાં આવેલ આ પત્રમાં શહેર ના જૂથવાદ ના પરિણામે અમરાઈવાડી બેઠક પરની પેટ ચૂંટણીમાં જે જૂથ વાળ થયો તેના આક્ષેપ લગાવામાં આવ્યા છે.ભાજપના અનુશાસન ના કારણે કાર્યરત એ પ્રદેશ અને શહેર નેતાઓને આ વાત સીધી રીતે કહી નથી શકતા એટલા માટે જ આ પ્રકારના પત્રો લખી પોતાની વથા ઠાલવે છે.તો બીજી તરફ શહેર પ્રભારી દ્વારા પણ આ પત્રની ગંભીર નોંધ લેવામાં આવી છે.

  આ મામલે શહેર ભાજપ પ્રભારી આઈ.કે. જાડેજાએ જણાવ્યું...


  આ મામલે શહેર ભાજપ પ્રભારી આઈ કે જાડેજા એ જણાવ્યું હતું કે પાર્ટીમાં ક્યારેક કોઈ વ્યક્તિ - કોઈ કાર્યકર્તા એ નારાજ હોય પરંતુ જાહેરમાં કે પાર્ટી પાસે વાત કરવાની હિંમત ન કરતા હોય ત્યારે આવા નનામા પત્રો ચાલતા હોય છે.અમરાઈવાડી વિધાનસભામાં ભરીયે જનતાપાર્ટીની જીત બતાવે છે કે ભારતીય જનતાપાર્ટી એ એક જુટ સાથે બધા જ લોકો એ સાથે મળી ને મહેનત કરી છે.સમગ્ર અમરાઈવાડી વિધાનસભા ભારતીય જનતાપાર્ટીની જીત થઇ છે.છતા અમારા મતોની ટકાવારીમાં ખુબ મોટો ઘટાડો થયો છે તેનું અમે બુથ સુધીનું આકલન કર્યું છે ભારતીય જનતાપરતી એક એવી પાર્ટી છે તે જીતે તો પણ તેનું આકલન કરે છે અને હારે તો પણ તેનું આકલન કરે છે અમે અમારી જીતનું પણ આકલન કર્યું છે કે ક્યાં શું નબળું રહ્યું છે..એ વિધાનસભામાં જ્યાં જે કઈ ખૂટતું હશે એ પૂર્ણ કરવાની કાર્યવાહી અમે સંગઠન દ્વારા હાથ ધરી છું.

  આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદિતાનો વધુ એક વીડિયો વાયરલ, પિતા પર ગંભીર આક્ષેપો કર્યા

  પ્રધાનમંત્રી ને લખેલા આ પત્રમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ ની કાર્ય શૈલી અને જૂથવાદ અંગે અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેર ભાજપના હોદેદારો કે કાર્યકર એ ઇચ્છતા નથી કે જગદીશ પંચાલને શહેર પ્રમુખની બીજી ટર્મ મળે ત્યારે જોવાનું એ રહશે કે કાર્યકરનો આ લેટર બૉમ્બ એ જગદીશ પંચાલ ને કેટલું નુકશાન કરે છે.
  First published:

  આગામી સમાચાર