Home /News /samachar /

અમદાવાદ શહેરમાં ભાજપનું આંતરિક રાજકરણ ચરમ સીમા પર!

અમદાવાદ શહેરમાં ભાજપનું આંતરિક રાજકરણ ચરમ સીમા પર!

અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે શહેર ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે

અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે શહેર ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે

મયુર માંકડીયા, અમદાવાદ: પેટા ચૂંટણી આવતાની સાથે જ અમદાવાદ શહેર ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. અમરાઈવાડી બેઠક પર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જગદીશ પટેલને ટિકિટ મળવાની સાથે શહેર ભાજપ ત્રણ જૂથોમાં વહેંચાઈ ગયું છે. જેનો ભોગ ભાજપના વર્ષો જુના કાર્યકર ડોકટર નીલમ પટેલ બન્યા હોવાનું પક્ષના આંતરિક રાજકરણમાં ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે શહેર ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. શહેર ભાજપના પૂર્વે શહેર પ્રમુખ જગદીશ પટેલને ટિમ મળતાની સાથે જ શહેર ભાજપમાં ત્રણ જૂથ પડી ગયા છે. જૂથ વાદનું રાજકારણ એટલું ચરસીમા પર પોહચ્યું છે કે, જેના પરિણામે ભાજપે પોતાના વર્ષો જુના કાર્યકરોને પણ સસ્પેન્ડ કરવાનો વારો આવ્યો છે.

અમરાઈવાડી વિધાનસભામાં આવતા હાટકેશ્વર ભાઈપુરામાં રહેતા અને વર્ષોથી ભાજપમાં સમર્પિત અને આનંદીબેન પટેલ જુથના ડૉકટર નિલમ પટેલને કથિત રીતે પક્ષવિરોધી પવૃતિ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે પક્ષના આંતરિક રાજકારણમાં તેમન સસ્પેન્સન અંગે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે કે, નિષ્ઠા પૂર્વક કામ કરતા કાર્યકરોને હવે પક્ષનો જૂથવાદ કોરી ખાઈ રહ્યો છે.
Published by:Pankaj Jain
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन