અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad)કોરોનાનો (Coronavirus) હાહાકાર મચ્યો છે. મંગળવારના રોજ રાજ્યમાં નોધાયેલ તમામ 29 નવા કેસનો ચેપ લોકલ ટ્રાન્સમિશનનાં કારણે લાગ્યો હોવાનુ રાજ્ય સરકારે જાહેર કર્યું હતુ. રાજ્યના તમામ શહેરો પૈકી અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનનું (local Transmission) પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. મંગળાવરે નોધાયેલા કુલ કેસ પૈકી અમદાવાદ શહેરમાં જ લોકોલ ટ્રાન્સમિશનના લીધે 19 કેસ નોધાયા હતા. જેના કારણે તંત્ર પણ હવે વધુ તકેદારી રાખી રહ્યું છે. શહેરમમાં મંગળવારે બોડકદેવની બે સોસાયટીની આસપાસનાં વિસ્તાર સહિત કુલ નવા 6 ક્વૉરન્ટાઇન ક્લસ્ટર (cluster Quarantine) જાહેર કરવામાં આવ્યાં છે.
અમદાવાદનાં 14 વિસ્તાર ક્વૉરન્ટાઇન ક્લસ્ટર
શહેરનાં બોડકદેવ વિસ્તારમાં દેવરાજ અને દેવપ્રીત એપાર્ટમેન્ટનાં આસપાસના વિસ્તારને ક્વૉરન્ટાઇન ક્લસ્ટર જાહેર કરાયા છે. આ ઉપરાંત દરિયાપુરની શાકરખા મસ્જિદની પોળ, કાલુપુર કુત્બી મહોલ્લા, મક્તમપુરા અલમાસ એપાર્ટમેન્ટ અને જશોદાનગરની નવી વસાહતના વિસ્તારને ક્વૉરન્ટાઇન ક્લસ્ટર જાહેર કરાયા છે. આમ શહેરમાં ક્વૉરન્ટાઇન ક્લસ્ટર વિસ્તારની સંખ્યા 14 થઈ ગઈ છે. આશરે 20 હજારથી વધુ વસતીને આ ક્લસ્ટરમાં આવરી લેવાઈ છે. નોંધનીય છે કે, AMCએ આ પહેલા દાણીલીમડામાં અણમોલ રેસિડેન્સી વિસ્તાર, દાણીલીમડામાં રસુલાબાદ સોસાયટીનો પટ્ટો, બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડની વાસહતનો બ્લોક નંબર 70, આંબાવાડીના નીલમ એપાર્ટમેન્ટ, જમાલપુર ચામડિયા વાસ, કાલુપુરની માતાવાળી પોળ, દરિયાપુરની મલેક શાહ મસ્જિદ અને શાહપુરના ક્રિસ્ટલ એપાર્ટમેન્ટને ક્વૉરન્ટાઇન કલસ્ટર જાહેર કરાયા હતા. આ કલસ્ટર ક્વોરન્ટાઇન હેઠળ આ વિસ્તારમાં 14 હજારથી વધુ વસતીને આવરી લેવાઈ હતી.
કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો
શહેરમાં કોરોનાનાં કેસ વધવાને કારણે કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો. મ્યુનિ. દ્વારા અમદાવાદ શહેરના નવ દરવાજા ખાતે થર્મલ સ્કેનર મુકવામાં આવશે. જેનાથી આવતાજતા તમામ નાગરિકની આરોગ્ય તપાસ કરાશે.આ માટે હેલ્થ વિભાગ દ્વારા 13 ટીમો કાર્યરત કરાશે. આ ટીમો પ્રત્યેક દરવાજાથી અંદર કે બહારથી આવનારા તમામના આરોગ્યની ચકાસણી કરશે. શહેરના કોટ વિસ્તારમાં જે પ્રમાણે કાલુપુર, દરિયાપુર અને જમાલપુરમાં પોઝિટિવ કેસો નોંધાયા છે તેને લઇ તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે.
શહેરમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે પૂર્વ વિસ્તારને કનેક્ટ કરતો નહેરુ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે કાલુપુર શાક માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પત્રમાં જણાવ્યું છે કે, 8 એપ્રિલ મધ્યરાત્રિથી નહેરુ બ્રિજ પર ખાનગી વાહનોની મુવમેન્ટ તથા અવર જવર અને કાલુપુર શાક માર્કેટ/ ફ્રૂટ માર્કેટમાં વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ વીડિયો પણ જુઓ -
" isDesktop="true" id="972557" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર