નવી દિ્લહીઃ રાજધાની દિલ્હી, ગુજરાત બાદ હવે મિઝોરમમાં (Mizoram) ભૂકંના (Earthquake) ઝાટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) પ્રમાણે ભૂકંપ સાંજે ચાર વાગ્યાને 16 મિનિટે અનુભવાયો હતો. ભૂકંપનૂ કેન્દ્ર આઈઝોલ પાસે 25 કિલોમીટર પૂર્વ-ઉત્તર પૂર્વમાં હતું.
ભૂકંપના ઝાટકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. કોરોનાના સમયમાં ભૂકંપનીના ઝટકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. જો કે ભૂકંપથી અત્યાર સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી.
આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સતત બે દિવસ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરમાં અનુભવાયેલા ભૂકંપના ઝાટકાની તીવ્રતા 5.8 હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર તઝાકિસ્તાનના દસહાંબથી 341 કિલોમીટર દૂર હતું. આ પહેલા રાજધાની દિલ્હી- એનસીઆર, ગુજરાત સહિત અનેક ભાગમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.
15 જૂને ગુજરાતમાં આવ્યો હતો ભૂકંપ આ પહેલા ગુજરાતમાં સતત બે દિવસ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 14 જૂને કચ્છમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અને બીજા દિવસે 15 જૂને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.5 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર બીન્દુ ભચાઉથી 15 કિલોમિટર દૂર હતું.
60 દિવસમાં 13 વખત ધ્રૂજી રાજધાની દિલ્હી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો છેલ્લા બે મહિનામાં 13 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં વારંવાર ભૂકંપના ઝાટકા અનૂભવવા સામાન્ય વાત બની ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર