xસુરતમાં સામાન્ય બાબતે જીવલેણ હુમલાની ઘટના બનતી હોય છે જોકે આવી ઘટના માથા ફરેલ લોકો હોય છે પણ સુરતમાં મોર્નિગ વોક માટે નીકળેલા એક વકીલ પર બીજા વકીલ દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવીયો હતો જોકે વકીલનો આબાદ બચાવ થયો પણ જેના પર હુમલો કરવામાં આવ્યો હતો તે વકીલના પુત્ર ને ગાંભીર ઇજા થવા પામી હતી
વકીલ આમ તો ગુનેગારને સજા અપાવવા માટે લડતા હોય છે પરંતુ કોર્ટમાં લડતા વકીલો ક્યારેક જાહેર જીવનમાં બાખડી પડે તેવું પણ બનતું હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં આવ્યો છએ જ્યાં એક વકીલે બીજા વકીલ પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવ સુરતના રાંદેરનો છે.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ તારવાળી ખાતે આવેલી સાંઈ આશિષ સોસાયટી ખાતે રહેતા અને વકીલાત કરતા ગેમલસિંહ મુળજીભાઈ ઠાકોર પોતાના નિત્ય ક્રમ મુજબ ગાર નજીક આવેલ ગાર્ડનમાં મૉર્નિગ વોક માટે ગયા હત્યા ત્યારે ત્યાં અનીય એક વકીલ કલ્પેશભાઈ દલપતભાઈ પટેલ આવી પહોચ્યા હતા.
કોઈ જુના ઝઘડાની અદાવતમાં ગેમલસિંહ ઠાકોરે હાથમાં રહેલ કુહાડી આંચકી લઈને આજે તારો છેલ્લો દિવસ છે તારે જે કંઈ જોવુ હોય તે જોઇ લે તેમ કહી બોલાચાલી કરી કલ્પેશભાઈ સાથે ઝઘડો કરવા લાગીયા હતા જોકે પિતા સાથે ઝગડો થતો હોવને લઈને ગેમલસિંહ ના પુત્ર રિષીરાજ તથા ધર્મરાજ દોડી આવ્યા હતા.
ત્યારે કલ્પેશ ભાઈએ પોતાની પાસે રહેલ નજીક ના આવતો મારી પાસે પિસ્તોલ છે તેમ કહી ટી શર્ટ ઉંચુ કરી ને પિસ્તોલ બતાવેલ અને તેના હાથમાં રહેલ કુહાડી ગેમલસિંહ મારવા જતા તેનો પુત્ર વચ્ચે આવી જતા તેના હાથમાં ઘભીર ઇજા થઈ હતી. જોકે આ મામલે વકીલે બીજા વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર