મુંબઈ : લૉકડાઉનની એક ખાસ વાત એછે કે તેમાં સામાન્ય માણસોની જેમ સેલિબ્રિટી પણ ઘરોમાં બંધ છે. સૌ કોઈ સરકારના નિર્ણયના માનમાં ઘરોમાં સુરક્ષિત રહેવાનું પસંદ કરી રહ્યા છે. જોકે, લૉકડાઉનમાં આવતા પ્રસંગોને કેવી રીતે ઉજવવા તે પણ એક મૂંજવણ છે. આવી જ મૂંજવણમાં મૂકાઈ ગયો હતો બૉલિવૂડનો એક્ટર વરૂણ ધવન. પોતાની એક્ટિંગ અને રમૂજી સ્વભાવ માટે જાણીતા વરૂણ ધવનની પ્રેમિકા નતાશાનો આજે જન્મદિન છે.
વરૂણ લૉકડાઉનમાં ફસાયો હોવાથી પ્રેમિકાને મળવા જઈ શકે તેમ નહોતો. જોકે,ફિલ્મોમાં રોમાન્સ કરતા આ રોમાન્સ કિંગે Instagram પર પ્રેમિકાને ખાસ સંદેશો આપ્યો હતો. તેણે પોતાની પ્રેમિક સાથેની ક્યારેય શેર ન કરી હોય તેવી તસવીર પણ જાહેરમાં મૂકી હતી.
વરૂણે Instagramમાં લખ્યું, જન્મદિનની શુભેચ્છાઓ નતા.. મેં તને પ્રિય UFCના બદલે પસંદ કરી છે. હેપ્પી આઇસૉલેશન બર્થ ડે' નતાશા દલાલ અને વરૂણ ધવન બૉલિવૂડના પેપરાઝી માટે હંમેશા રસપ્રદ વિષય રહ્યો છે. નતાશા દલાલ ફિલ્મોમાં કામ નથી કરતી છતાં વરૂણ સાથે મોટાભાગે ગ્લેમરમાં જોવા મળે છે.
વરૂણ ધવન બૉલિવૂડની કારકિર્દીમાં ધીરે ધીરે કાઠું કાઢી રહ્યો છે. તાજેતરમાંજ તેણે પોતાના 33માં જન્મદિનની ઉજવણી કરી હતી. દરમિયાન આજે પ્રેમિકાના બર્થ ડેના દિવસે નાયક વરૂણ ખૂબ રોમાન્ટિક મૂડમાં જણાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર