Home /News /samachar /

બારડોલીમાં કૉલેજમાં GSની ચૂંટણીમાં ABVPનો ઉમેદવાર વિજેતા થતા સમર્થકે ફાયરિંગ કર્યું

બારડોલીમાં કૉલેજમાં GSની ચૂંટણીમાં ABVPનો ઉમેદવાર વિજેતા થતા સમર્થકે ફાયરિંગ કર્યું

આ ઘટના બનતા બારડોલીની નાયબ પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી ગયા હતા.

આ ઘટના બનતા બારડોલીની નાયબ પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી ગયા હતા.

    કેતન પટેલ, સુરત: સુરત જિલ્લાના બારડોલી પી. આર. બી આર્ટ્સ કોમર્સ કૉલેજમાં જી.એસ (General Secretary)vr ચૂંટણીમાં વિજેતા (winning candidate) ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થક યુવાને જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. કૌશિક રબારી (Kaushik Rabari) નામના યુવાનs ફાયરિંગ કરતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આજે જનરલ સેક્રેટરીની ચૂંટણી યોજાઈ હતી.જોકે, સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી પી. આર. બી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ માં જી એસ નીં ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થક કૌશિક રબારીએ ફાયરિંગ કર્યું હતું.

    જાહેર માર્ગ ઉપર ફાયરિંગ કરતા વિદ્યાર્થીઓ અચંબામાં પડી ગયા હતાં. જોકે, આ ફાયરિંગમાં કોઇને ઇજા થઇ નહોતી. વિજયની ખૂશીમાં કરેલા આ ફાયરિંગનો વીડિયો વાયરલ થતા બારડોલી પોલીસે તપાસ હાથ ધરી છે અને વીડિયોના આધારે યુવાનોને પોલીસ મથકે બોલાવાયા હતા.

    આ ઘટના બનતા બારડોલીની નાયબ પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી ગયા હતા.

    પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ફાયરિંગ કરનાર યુવક અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ( ABVP) નો કૌશિક રબારી હોવાનું બહાર આવ્યું હતું. એ.બી.વી.પી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ છે. આ ઘટનાની જાણ થતા ભાજપના નેતાઓ પણ પોલીસ સ્ટેશનો પહોંચ્યા હતા.

    પોલીસે જણાવ્યું કે, ફાયરિંગ જે વેપનમાંથી કરવામાં આવ્યું હતું કે પ્લાસ્ટિકની ચાઇના બનાવટની બંદૂક હતી તેમ રબારી દાવો કર્યો હતો. પોલીસે વધુ તપાસ માટે આ હથીયારને ફોરેન્સિક લેબ ટેસ્ટ માટે મોકલ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.
    First published:

    આગામી સમાચાર