નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ સતત ત્રીજી વાર દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ (Oath) લીધા. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ રામલીલા મેદાનમાં ઉપસ્થિત જનસમૂહને સંબોધિત કરતાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના વિકાસ માટે મોદીજીના આશીર્વાદ ઈચ્છું છું. સાથોસાથ કહ્યું કે તેનઓ કેન્દ્ર સરકારની સાથે મળી કામ કરવા માંગે છે અને તેઓ સૌને સાથે રાખીને કામ કરવા માંગે છે.
મુખ્યમંત્રી કેજરીવાલે રામલીલા મેદાનમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતાં કહ્યું કે ચૂંટણી સમયે ખૂબ રાજનીતિ થઈ. તેઓએ કહ્યું કે તે દરમિયાન તેમના વિરોધીઓએ તેમને જે કંઈ પણ કહ્યું તે તેમના માટે તેઓ તેમને માફ કરે છે.
Delhi Chief Minister Arvind Kejriwal: I had sent an invitation to Prime Minister Narendra Modi ji for this event. He could not come maybe he is busy at some other event. But through this platform, I want to take blessings from PMji¢ral govt to develop Delhi&take it forward. pic.twitter.com/QNgjNUZk7F
મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ સૌની સાથે મળી કામ કરવા માંગે છે. તેઓએ કહ્યું કે, ચૂંટણી પૂરી થઈ ગઈ, તમે જેને પણ વોટ આપ્યો હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. હવે આપ સૌ મારા પરિવારનો હિસ્સો છો. સૌના માટે કામ કરીશ.
દિલ્હીમાં 'ફ્રી'
કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, કેટલાક લોકો કહે છે કે દિલ્હીમાં કેજરીવાલ વસ્તુઓ ફ્રી કરે છે. હું તેમને કહેવા માંગું છું કે ઘણી બધી અનમોલ વસ્તુઓ ફ્રી છે. માતાનો પ્રેમ ફ્રી, પિતાનો પ્રેમ અને સેક્રીફાઇઝ ફ્રી છે, શ્રવણ કુમારની તેમની માતા પિતા માટે સેવા ફ્રી. હું આપણી સરકારી સ્કૂલમાં ભણનારા બાળકોથી ફી લેવાની શરૂ કરી દઉં. તેવા મુખ્યમંત્રી શું કામના.
કજેરીવાલે વધુમાં કહ્યું કે, અનેક સ્થળોથી અહેવાલ આવી રહ્યા છે કે આ સરકારે મોહલ્લા ક્લિનિક બનાવવાનું શરૂ કરી દીધું. દિલ્હીવાસીઓ તમે તો કમાલ જ કરી દીધી, સમગ્ર દેશમાં ડંકો વગાડી દીધો. દિલ્હીના લોકોએ દેશની રાજનીતિ બદલી દીધી છે. દિલ્હીને દિલ્હીના લોકો જ ચાહે છે. દિલ્હીના નિર્માતા મારા બંને તરફ ઊભા છે. દિલ્હીને દિલ્હીના ટીચર્સ, ડૉક્ટર્સ, રિક્ષાવાળા ચલાવે છે.