Home /News /samachar /

10 વર્ષના છોકરાથી 13 વર્ષથી છોકરી પ્રેગનન્ટ! ટીવી પર જણાવી પોતાની લવસ્ટોરી, ડૉક્ટરે કહ્યું અશક્ય

10 વર્ષના છોકરાથી 13 વર્ષથી છોકરી પ્રેગનન્ટ! ટીવી પર જણાવી પોતાની લવસ્ટોરી, ડૉક્ટરે કહ્યું અશક્ય

બંને બાળકોએ પોતાના મા-બાપની મંજૂરી સાથે રશિયાની એક ટીવી ચેનલ પર આવીને પોતાની પૂરી લવસ્ટોરી જણાવી

બંને બાળકોએ પોતાના મા-બાપની મંજૂરી સાથે રશિયાની એક ટીવી ચેનલ પર આવીને પોતાની પૂરી લવસ્ટોરી જણાવી

    મોસ્કો : શું કોઈ 10 વર્ષનો છોકરો બાપ બની શકે છે? શું કોઈ છોકરી માત્ર 13 વર્ષની ઉંમરે માતા બની શકે છે? જો અમે હા કહીએ તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહીં. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સાઇબેરિયામાં 10 વર્ષના છોકરાએ 13 વર્ષની એક છોકરીને પ્રેગનન્ટ (pregnant) કરી દીધી. બંને બાળકોએ પોતાના મા-બાપની મંજૂરી સાથે રશિયાની એક ટીવી ચેનલ પર આવીને પોતાની પૂરી લવસ્ટોરી જણાવી.


    આવી રીતે પ્રેમ થયો : બંને બાળકો અલગ-અલગ સ્કૂલમાં ભણે છે. 13 વર્ષની દારિયા અને 10 વર્ષના ઈવાનની દોસ્તી એક વર્ષ પહેલા થઈ હતી. દારિયા 8 સપ્તાહથી ગર્ભવતી છે. તેણે ટીવી શો દરમિયાન જણાવ્યું કે એક વર્ષ પહેલા તેની મુલાકાત કોઈ મિત્રએ કરાવી હતી. ત્યારબાદથી બંને એક-બીજા સાથે ડેટ કરવા લાગ્યા.


    છોકરીનું કહેવું છે કે તેની માતા તેમને સપોર્ટ કરી રહી છે અને તેમના પરિજનો બાળકનો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


    પ્રેગનન્સી વિશે કેવી રીતે જાણવા મળ્યું? - દારિયાની માતા મુજબ, જ્યારે તેમની દીકરીમાં પ્રેગનન્સીના લક્ષણ દેખાવા લાગ્યા તો તેને હૉસ્પિટલ લઈ ગયા. પરંતુ ડૉક્ટરોને કંઈ ખબર ન પડી. બાદમાં પ્રેગનન્સી કિટથી જાણી શકાયું છે તે પ્રેગનન્ટ છે. ટીવી શોમાં દારિયાની માતા પણ આવી હતી. તેઓએ કહ્યું કે પ્રેગનન્ટ થયા બાદ તેમની દીકરીએ 10 વર્ષના ઈવાન સાથેની મિત્રતાની આખી વાત જણાવી.


    મેડિકલ સાયન્સ આવો દાવો કરે છે કે 10 વર્ષનો કોઈ છોકરો પિતા ન બની શકે. સ્થાનિક ડૉક્ટર સ્કોરોબોગેટોવનું કહેવું છે કે બંને બાળકમાં માતા-પિતા બનવાની ક્ષમતા છે.


    ડૉક્ટર આશ્ચર્યમાં - પરંતુ અહીંના કેટલાક ડૉક્ટર એ માનવા માટે તૈયાર નથી અને તેઓ આશ્ચર્યમાં છે કે કેવી રીતે આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરિજનોનું કહેવું છે કે લોકો તેમની દીકરી વિશે અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે.


    શું પહેલા ક્યારેય આવું થયું છે? આવી જ એક ઘટના વર્ષ 2009માં બ્રિટેનમાં થઈ હતી. 12 વર્ષીય એક છોકરાએ દાવો કર્યો હતો કે તે પોતાની ગર્લફ્રેન્ડના બાળકનો બાપ બનવાનો છે. આ અહેવાલ બાદ બ્રિટેનમાં હોબાળો થઈ ગયો હોત. પરંતુ ડિલીવરી બાદ તે છોકરા અને બાળકના DNA ટેસ્ટ કરાવવામાં આવ્યા વે મેચ નહોતો થયો.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन