ન્યૂઝ 18 ગુજરાતી :
નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય કર્મચારીઓ માટે લાભપ્રદ નીવડી શકે તેમ છે. હાલમાં જ 'ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ' વિવિધ સ્તરે લગભગ 4,000 કર્મચારીઓને પ્રોમોશનના આદેશ જારી થયા બાદ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓમાં 'સાતમા પગારપંચ' અંતર્ગત વેતનવધારો કરે તો નવાઈ નહિ !
માધ્યમોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર 'સાતમા પગારપંચ' ની ભલામણો આધારિત કર્મચારીઓની વેતનવૃદ્ધિ માટે રાજી હોવાનું જાણમાં આવ્યું છે. સાલના અંતે સરકારે 'ભારત સંચાર નિગમ લિમિટેડ' (બીએસએનએલ) ના કર્માચીરઓને વેતનવૃદ્ધિની ખુશખબરી આપી દીધી હતી.
આ ઉપરાંત મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને પણ સાતમા પગારપંચ ની ભલામણો અંતર્ગત લાભો આપી દેવાયા છે, જેનાથી રાજ્યના 17 લાખ કર્મચારીઓને ફાયદો થયો છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર