Home /News /samachar /

4GB RAM સ્માર્ટફોન HONOR 20i અને Realme 3 Pro વચ્ચે થઈ રહી છે જોરદાર ટક્કર, કોને પસંદ કરશો?

4GB RAM સ્માર્ટફોન HONOR 20i અને Realme 3 Pro વચ્ચે થઈ રહી છે જોરદાર ટક્કર, કોને પસંદ કરશો?

HONOR અને Realme બંને સ્માર્ટફોન કંપનીઓ શાનદાર સ્ટ્રેટેજી સાથે માર્કેટમાં પોતાના પગ જમાવી ચૂકી છે

HONOR અને Realme બંને સ્માર્ટફોન કંપનીઓ શાનદાર સ્ટ્રેટેજી સાથે માર્કેટમાં પોતાના પગ જમાવી ચૂકી છે

  હાલના સમયના આ સ્પર્ધાત્મક માર્કેટમાં એક સેગમેંટમાં પકડ જમાવી રાખવી તે એક પડકારજનક વાત છે. બધી જ મોબાઇલ કંપનીઓની પોતાની એક અલગ માર્કેટિંગ રણનીતિ સાથે માર્કેટમાં પોતાની એક મોટી છાપ છોડવાનો પ્રયત્ન કરી રહી છે. મોબાઇલ કંપનીઓ માર્કેટમાં પોતાના પગ જમાવવા માટે ટક્કરની પ્રાઇસગમાં પોતાની બેસ્ટ ટેકનોલોજીઓ પણ આપી રહી છે. આ ઉપરાંત, સ્પેસિફિકેશન, અનન્ય ડિઝાઇન અને પ્રોડક્ટ પેકેજિંગ એ મોબાઇલ કંપનીની બ્રાન્ડને એક ઈચ્છિત ઈમેજ આપે છે.

  અમને HONOR 20i અને Realme 3 Proના 4GB RAM વેરિએન્ટવાળા ફોનને વાપરવાનો ચાન્સ મળ્યો. તો ચાલો બંનેની તુલના કરીએ અને જાણીએ કે બંનેમાંથી કયો સ્માર્ટફોન વધુ સારો છે.

  HONOR 20i vs. Realme 3 pro

  HONOR અને Realme- બંને બ્રાન્ડ્સ પોતાની અલગ અનન્ય પ્રોડક્ટ રેંજ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી ધરાવે છે અને લિમિટેડ પ્રાઇસિંગમાં જ મોટી ડીલ આપીને તેમણે સંભવિત ગ્રાહકો મેળવ્યા છે. ગ્રાહકો પણ તેમના પ્રોડક્ટોના ફેન બની રહ્યા છે, છેવટે કોણ એક સારી કિંમતમાં આટલા સારા ગેજેટનો માલિક બનવાનો મોકો મૂકી શકે. પરંતુ પ્રશ્ન એ છે કે, 12000ની કિંમતની અંદર મળતા આ બંને ફોનમાંથી કયો ફોન ચડિયાતો છે? આનો જવાબ થોડો અઘરો હોઈ શકે, કારણ કે HONOR અને Realme બંને માર્કેટમાં પોતાનો પગ જમાવવા માટે એક હેલ્થી રેસ કરી રહ્યા છે.

  ડિઝાઈન અને ડિસ્પ્લે

  ડિઝાઈન અને ડિસ્પ્લેની બાબતમાં બંને ફોન વોટર ડ્રોપ FHD+ ડિસ્પ્લે ધરાવે છે. HONOR 20i 15.77 cm (6.21-ઇંચ) FHD+ ડિસ્પ્લે સાથે આવે છે જ્યારે, Realme 3 pro 16 cm (6.3-ઇંચ) ની ડિસ્પ્લે સાથે આવે છે. બંનેમાં પેનલની ક્વોલિટી અને સાઇઝ એકસરખી છે. પરંતુ HONOR 20i વધુ સારા લુકની સાથે જ લાઇટવેટેડ છે કારણકે Realme 3 Pro ની તુલનામાં તેની જાડાઈ 7.95 mm અને વજન માત્ર 164 ગ્રામ જ છે જયારે, Realme 3 Pro 8.3 mmની જાડાઈ અને 172 ગ્રામ વજન સાથે આવે છે.


  આના સિવાય, HONOR 20i પોતાની ગ્રેડીએન્ટ બેક કલર સાથે વધુ સ્ટાઇલિશ, સ્ટનિંગ અને પ્રીમીયમ લાગે છે. તો બીજી બાજુ, લાઈટ પેટર્ન ડ્યુલિટી ડિઝાઈન અને સ્પીડવે પેટર્ન સાથે Realme 3 pro થોડો ડલ લાગે છે. કલરના વિકલ્પો વિશે જાણીએ તો, HONOR 20iમાં મીડનાઇટ બ્લેક, ફેન્ટમ રેડ, ફેન્ટમ બ્લુ કલરમાં ઉપલબ્ધ છે જયારે Realme 3 Pro માં લાઈટનિંગ પર્પલ, નાઈટ્રો બ્લુ અને કાર્બન ગ્રે કલર આવે છે.

  ફોનના હાર્ડવેર વિષે જાણીએ

  HONOR 20i GPU ટર્બો 2.0 દ્વારા પૂરક 2.2GHz ઓક્ટા-કોર કીરીન 710 ચિપસેટ દ્વારા સંચાલિત છે જયારે Realme 3 pro એડ્રેનો 616 GPU સાથે 2.2GHz Snapdragon 710 AIE પ્રોસેસર દ્વારા સંચાલિત છે. HONOR 20i 4GB RAM સાથે ઉપલબ્ધ છે જયારે Realme એ 4+64GB/ 6+64GB/ 6+128GB વાળા 3 અલગ વેરિએન્ટ ઓફર કરે છે. ટૂંકમાં કહીએ તો, બંને સ્માર્ટફોન એક વ્યાપક ગેમિંગનો અનુભવ આપે છે અને ખૂબ જ સારી રીતે રોજીંદા ટાસ્ક પૂરા કરવામાં મદદ કરે છે.

  કયા ફોનનો કૅમેરા છે વધુ સારો

  મોબાઇલની વાત કરીએ તો કૅમેરા તેનો સૌથી મહત્વનો ભાગ રહે છે અને કોઈપણ ફોન લીધા પહેલા તેના કેમેરા વિષે પૂછપરછ કરે તેવું બનીજ ના શકે. બધા જ પોતાના ફોટામાં બેસ્ટ અને સુંદર દેખાવા ઈચ્છે છે એટલે બધા માટે સારા લેન્સવાળો મોબાઇલ આવશ્યક બની ગયો છે. તો જો કૅમેરાની વાત કરીએ તો, ટ્રિપલ કૅમેરા સેટઅપને સપોર્ટને કારણે HONOR 20i એ વધુ સારો ઉતરી આવે છે. આમાં પ્રાઇમરી 24 MP સાથે અને વાઇડ એન્ગલમાં 8 MP, અને 2 MP ડેપ્થ સેંસર આવે છે. જોકે, Realme એ ડ્યુલ કૅમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 16 MP પ્રાઇમરી સેંસર અને 5 MP સેકેંડરી ડેપ્થ સેંસર આવે છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો HONOR 20i માં 32MP સેલ્ફી કૅમેરા આવે છે જયારે Realme 3 Pro માં 25 MP ફ્રન્ટ ફેસિંગ સેંસર આવે છે.

  કૅમેરાના અન્ય ફીચર્સમાં AI – અનેબલ્ડ કૅમેરા, લો લાઈટ કેપ્ચર્સ, પોટ્રેટ મોડ, બ્યુટીફીકેશન વગેરે આવે છે જે બંને ફોનમાં ઉપલબ્ધ છે. પરંતુ HONOR 20i માં સુપર નાઈટ મોડ ફીચર છે જે એકદમ લો લાઈટમાં પણ ખૂબ સારા ફોટો કેપ્ચર કરી શકે છે અને સુપર વાઇડ એન્ગલ તમને 120 FOV આપે છે.

  બેટરી અને OS

  HONOR 20iમાં તમને 3,400 mAh ની બેટરી મળે છે જયારે Realme Pro 3 એ 4,045 mAh ની બેટરી સાથ આવે છે. HONOR ના EMUI 9.1 કસ્ટમ OS એ તમારા સ્માર્ટફોનના અનુભવને વધુ સારો બનાવે છે. ઉદાહરણ તરીકે, HONOR 20i માં બેટરી મેનેજમેન્ટ ફંકશન એ તમારા ફોનની બેટરીને આરામથી એક દિવસ કરતા વધારે ચલાવી શકે છે અને એટલે જ આ Realme 3 Pro ની 4,045 mAh બેટરીની તુલનમાં આરામથી ચડિયાતો આવે છે. આ સિવાય આના અન્ય ફીચર્સ વિષે જાણીએ તો AI એનહાન્સ્ડ કૉલ્સ, AI વિઝન, AI સીન રિકૉગ્નિશન અને આય કેર મોડ ધરાવે છે જે TUV રીનલેન્ડ દ્વારા પ્રમાણિત છે.
  બંને ફોન એન્ડ્રોઈડના લેટેસ્ટ OS- Pie દ્વારા સંચાલિત છે. જો કે, UI દ્રષ્ટિકોણથી જોઈએ તો HONOR નો EMUI એ Color OS થી આગળ નીકળી જાય દે છે કારણકે આ સ્ક્રોલ કરવામાં સરળ અને ઝડપી છે.


  પ્રાઇસ

  હાલમાં Amazon અને Flipkart પર ચાલતી ઓફર મુજબ બંને પ્રોડક્ટ્સ (4GB વેરિએન્ટ) રૂપિયા 11,999માં ઉપલબ્ધ છે. HONOR 20i 128 GB મેમરી આપે છે અને તેને 512GB સુધી વધારી શકાય જયારે Realme 3 Pro માત્ર 64 GB મેમરી સાથે આવે છે અને માત્ર 256 GB સુધી જ વધારી શકાય છે.

  તો શું રહેવી જોઈએ તમારી ચોઈસ?

  HONOR 20i અને Realme 3 બંને સ્પેસીફિકેશન ટેસ્ટમાં ક્લીયર થયેલ છે. આ કહ્યા બાદ, અમને લાગે છે કે HONOR 20i થોડો આધુનિક હોવાની સાથે વધુ સારો સ્માર્ટફોન છે. સારા ફીચર્સ સાથે Realme 3 કરતા HONOR 20i ઘણો આગળ નીકળી જાય છે. આ ફોન ઉપયોગકર્તાની અપેક્ષા મુજબ લુકમાં વધુ સ્ટાઇલિશ, વધુ સારા કૅમેરા ક્ન્ફીગ્યુરેશન, વધારે મેમરી, સારો UI આ બધુંજ ધરાવે છે.
  First published:

  આગામી સમાચાર