નવી દિલ્હીઃ લદ્દાખમાં પેંગોન્ગ ત્સો ઉપર તણાવ વચ્ચે ભારત (India) અને ચીનના (china) સૈનિકો આમને સામને છે. આવી સ્થિતિમાં તમામ એક્સપર્ટ બંને પક્ષોની તાકાતનું આકલન કરી રહ્યા છે. હાર્વર્ડ કેનેડી સ્કૂલના વેલફેયર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઈન્ટરનેશનલ અફેયર્સની રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધની (war) સ્થિતિમાં ભારત ઉત્તરી સીમાઓમાં ચીન ઉપર ભારે પડી શકે છે. આ જ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની સામરિક શક્તીઓ છૂટીછવાઈ છે. અને સૈનિકોને (Soldiers) લાવવું લઈ જવું ચીન માટે સરળ નથી. તિબ્બત અને શિનજિયાંગ પ્રાતમાં વિરોધોને દબાવવા માટે ચીની સેનાનો મોટો હિસ્સો વ્યસ્ત રહશે. એટલું જ નહીં ભારતની એર ડિફેન્સ સિસ્ટમની સામે સ્થિર રહેવું ચીન માટે સરળ નહીં હોય.
આ રિપોર્ટમાં ચીની સેના 1979માં એક્સનમાં જોવા મળી હતી. વિયતનામની સેનાથી હાર મળી હતી. એટલા માટે એટલા માટે ચીનને કાગળનો સિંહ કહેવામાં આવે છે. કાગળ અને આંકડાઓમાં ચીનની સેના સારી દેખાય છે પરંતુ પડકારથી ભરેલી અસલી પરિસ્થિતિઓમાં ચીની સૈનિક માટીનો સિંહ સાબીત થાય છે.
સૌથી પહેલા જાણો કે ભારતના કેટલાક સૈનિકો ચીનથી ટક્કર લેવા માટે તૈયાર છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં ઉત્તરી આર્મી કમાન્ડરમાં 34,000 ભારતીય સૈનિક તૈનાત છે. ઉત્તરાખંડમાં કેન્દ્રીય આર્મી કમાન્ડમાં 15,500 સૈનિકો તૈનાત છે. સિક્કિમ, અરુણાચલ, અસમ, નાગાલેન્ડ અને બંગાળના પૂર્વી આર્મી કમાન્ડરમાં 1,75,500 સૈનિકો તૈનાત છે.
હેવા ભારતના આ સૈન્ય શક્તિની તુલના ચીનથી કરીએ તે તિબ્બટ મિલિટ્રી ક્ષેત્રમાં 40,000 સૈનિક તૈનાત છે. ચીનના શિનજિયાંગ મિલિટ્રી ક્ષેત્રમાં 70,000 સૈનિક તૈનાત છે. અને વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં 90,000થી 1,20,000 સૈનિક તૈનાત છે. આ રીતે ચીનના સૈનિકની સંખ્યા 2,04,000થી 2,35000 બચી શકે છે.
અહીં ભારતના પક્ષમાં રણનીતિક લાભ પણ છે કારણ કે ચીની સેના શક્તિ વિખેરાઈ છે. સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે માથાનો દુઃખાવો છે. ચીન પોતાના બે લાખથી વધારે સૈનિકોને એક સાથે ભારત સામે તૈનાત કરવાની સ્થિતિમાં નથી. શિનજિયાંગ અને તિબ્બતમાં થઈ રહેલા વિરોધને દબાવવા માટે ચીની સૈન્ય શક્તિનો એક મોટો ભાગ ઉપલબ્ધ નહીં હોય.
ચીનની સામે ભારતીય સૈન્ય તૈનાતી એકદમ મારક છે. અને અલગ અલગ ભાગોમાં સારી રીતે વહેંચાયેલી છે. જ્યાં ઉંચાઈવાળા ક્ષેત્રોમાં અનુભવ હોવાના કારણે ભારતની સ્થિતિ વધારે સારી છે. એ પણ ન ભૂલવું જોઈએ કે ભારતે પોતાના સૈનિકોને ખાસ રીતે ઉત્તરી અને પૂર્વી બોર્ડર ઉપર ચીન સામે લડવા માટે તૈયાર કરી છે.
એરફોર્સની તાકાતની તુલના કરે તો ભારતની પશ્વિમી એરકમાન્ડ પાસે 75 હજાર એરક્રાફ્ટ છે અને 34 ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ છે. આ શ્રીનગર, લેહ, પઠાનકોટ, આદમપુર અને અંબાાલ સેક્ટરમાં તૈનાત છે. કેન્દ્રીય એરકમાન્ડ એટલે કે બરેલી ગ્વાલિયર અને ગોરખપુર સેક્ટરમાં 94 ફાઈટર એરક્રાફ્ટ અને 34 ગ્રાઉન્ટ અટેક એરક્રાફ્ટ છે.
આ ઉપરાંત પૂર્વી એરકમાન્ડ એટલે કે જલપાઈગુડી, તેજપુર અને છાબુઆ સેક્ટરમાં 101 ફાઈટર એરક્રાફ્ટ છે. હવે ચીનની વાત કરીએ તો ચીનની વાયુ શક્તિ અલગ અલગ વિસ્તારોમાં તૈનાત નથી. ચીનની પશ્વિમી થિયેટર કમાન્ડમાં 157 એરક્રાફ્ટ છે. એકદમ સટીક નિશાન લગાવનાર 20 યુએવી છે. 12 ગ્રાઉન્ડ એટેલ યુએવી અને 8 EA-03 યુએવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર