Home /News /samachar /ઑસ્ટ્રેલિયાથી પાલનપુર આવેલા 4 તાલિમાર્થીને શંકાસ્પદ કોરોના, વડોદરામાં પણ પ્રથમ શંકાસ્પદ કેસ

ઑસ્ટ્રેલિયાથી પાલનપુર આવેલા 4 તાલિમાર્થીને શંકાસ્પદ કોરોના, વડોદરામાં પણ પ્રથમ શંકાસ્પદ કેસ

ધૂળેટીની ઉજવણીમાં ભાગ લેવા ગયા હોવાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું, જો રિપોર્ટ પોઝિટીવ આવે તો અનેક લોકો સામે જોખમ, વડોદરામાં અમેરિકાથી આવેલા 65 વર્ષીય વૃદ્ધાને દાખલ કરાયા

ધૂળેટીની ઉજવણીમાં ભાગ લેવા ગયા હોવાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું, જો રિપોર્ટ પોઝિટીવ આવે તો અનેક લોકો સામે જોખમ, વડોદરામાં અમેરિકાથી આવેલા 65 વર્ષીય વૃદ્ધાને દાખલ કરાયા

    બનાસકાંઠા : રાજ્યમાં કોરોના વાયરસનો હજુ સુધી એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી ત્યારે રોજ રોજ શંકાસ્પદ કેસોની સંખ્યા વઘી રહી છે. દેશમાં કોરોના વાયરસના કારણે બીજું મોત થઈ ગયું છે તેવા દહેશતના માહોલમાં બનાસકાંઠામાં શંકાસ્પદ કોરોના વાયરસના ચાર કેસ હોવાની વાતથી ખળભળાટ મચી ગયો છે. આ ચાર કેસ ઑસ્ટ્રેલિયાથી આવેલા તાલિમાર્થીના છે જેમને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


    [caption id="attachment_966263" align="alignnone" width="875"] બનાવની વિગત એવી છે કે રાજ્યમાં તાજેતરમાંજ ધૂળેટીનું પર્વ ધામેધૂમે ઉજવાયું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ઑસ્ટ્રેલિયાના ચાર તાલિમાર્થીઓ આવ્યા હતા. આ ચાર યુવક-યુવતીઓએ ધૂળેટીના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. (પ્રતિકાત્મક તસવીર)
    [/caption]

    પ્રાપ્ત અહેવાલો મુજબ આ ચાર યુવક યુવતીઓને ખાંસી, શરદી થતા તેમને આઈસોલેશન વોર્ડમાં ખેસડવામાં આવ્યા છે. ચારેય વ્યક્તિઓએ ઘેર નૃત્યુના કાર્યક્રમમાં ભાગ લીધો હોવાથી આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. (પ્રતિકાત્મક તસવીર)


    [caption id="attachment_965797" align="alignnone" width="875"] ઇન્ટર્નશીપ કરવા માટે આવેલા આ ઑસ્ટ્રેલિય યુવક-યુવતીઓએ માળી સમાજના હોળી-ધૂળેટીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભરપુર સેલ્ફીઓ ક્લિક કરાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક લોકો પણ આ ઘટનાના કારણે ચિંતામાં મૂકાયા છે.

    [/caption]

    દરમિયાન ચારેય ઑસ્ટ્રેલિયન તાલિમાર્થીઓની તબિયત કથળતા તેમને ડીસાની ભણશાલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચાર વ્યક્તિમાં 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યારે આ ઘટનાના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.


    વડોદરા ૬5વર્ષ ના વૃદ્વ ને શંકાસ્પદ કોરોના કોરોના ના વડોદર માં પ્રથમ શંકાસ્પદ કેસ અમેરિકા થી વતન વડોદરા જીલ્લા ના કરજણ આવ્યા બાદ તબિયત લથડી સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ માં દાખલ 11 માર્ચે અમેરિકા થી દિલ્હી અને કરજણ વતન આવ્યા હતા નમૂના અમદાવાદ ચકાસણી માટે મોકલાયા જીલ્લા આરોગ્ય તંત્ર સતર્ક
    First published:

    विज्ञापन
    विज्ञापन