પટના: બિહાર વિધાનસભા (Bihar Assembly Election)ના ત્રીજા તબક્કા માટે સાતમી નવેમ્બરના રોજ મતદાન યોજશે. હાલ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર (Bihar Election Campaign) કરી રહ્યા છે. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે (Bihar CM and JD(U) Chief Nitish Kumar) ધમદાહામાં એક રેલી દરમિયાન રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યુ કે, 2020ની ચૂંટણી તેમની અંતિમ ચૂંટણી હશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન (Bihar third phase voting) માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે.
નીતિશ કુમારે શું જાહેરાત કરી?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ધમદાહા ખાતે જનતા રેલીનો સંબોધન કરતા કહ્યુ કે, "તમે જાણી લો કે આજે ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પરમદિવસે ચૂંટણી છે અને આ મારી અંતિમ ચૂંટણી છે. અંત સારો તો બધુ સારું. તો તમે આમને વોટ આપશોને? અમે તેમને જીતની માળા સમર્પિત કરી દઈએ? તમારો ખૂબ ખૂબ આભાર."
બીજેપી સાંસદ અજય નિષાદે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં નીતિશ કુમારના રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત અંગે કહ્યુ કે, તેમણે હાલ આવો કોઈ નિર્ણય ન લેવો જોઈએ. તેઓ બિહારના રાજકારણમાં સક્રિય રહે એમાં જ બિહારના લોકોનું ભલું છે.
તેમણે વધુમાં કહ્યુ કે, નીતિશ કુમારે ખૂબ લાંબા સમયથી મુખ્યમંત્રી છે અને હાલ બિલકુલ સ્વસ્થ છે. તેમની ઉંમર પણ વધારે નથી. મારા માનવા પ્રમાણે આવો નિર્ણય બિહારની જનતા માટે યોગ્ય નથી. પરંતુ જ્યાં સુધી હું તેમને ઓળખું છું ત્યાં સુધી તેઓ પોતાના નિર્ણય પર અડગ રહેશે. પરંતુ મારું એવું સ્પષ્ટ માનવું છે કે તેમણે આ અંગે પુનર્વિચાર કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર