Home /News /samachar /

લદાખની ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાન શહીદ, ચીનના 43 સૈનિક હતાહત

લદાખની ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાન શહીદ, ચીનના 43 સૈનિક હતાહત

ફાઇલ ફોટો

સરકારી સૂત્રોએ આ જાણકારી આપી છે

  નવી દિલ્હી : પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયાના સમાચાર છે. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના મતે ચીનના 43 સૈનિકોના મોત થયા છે અથવા ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે.  એએનઆઈના સૂત્રોના મતે LAC પર હિંસક ઝડપની ઘટના પછી ગલવાન ઘાટીમાં ચીની હેલિકોપ્ટરની ગતિવિધિમાં સતત વધારો થઈ રહ્યો છે.

  સેનાએ એક નિવેદનમાં કહ્યું કે શહીદ થનાર 20માંથી 17 સૈનિક ગતિરોધ વાળા સ્થાન પર શૂન્યથી નીચા તાપમાનમાં ડ્યૂટી દરમિયાન ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા હતા.

  સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત-ચીન ઝડપ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે LAC પર થયેલી હિંસા અને મોતના રિપોર્ટ પર ચિંતિચ છીએ. અમે બંને પક્ષોને વધારે સંયમ રાખવાની વિનંતી કરીએ છીએ.

  આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા (Foreign Ministry) અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત અને ચીન (India and China)વચ્ચે સૈન્ય અને ફૂટનીતિક સ્તરની વાતચીત યથાવત્ છે. તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પૂર્વમાં શીર્ષ સ્તર પર જે સહમતિ બની હતી. ચીને પક્ષે ગંભીરતાથી તેનું પાલન કર્યું હોત તો બંને પક્ષો તરફથી જે નુકસાન થયું છે તેનાથી બચી શક્યા હોત

  આ પણ વાંચો - રક્ષા મંત્રી રાજનાથ સિંહની વિદેશ મંત્રી, CDS અને સેના પ્રમુખ નરવણે સાથે બેઠક ખતમ  ઝડપ કેવી રીતે શરૂ થઈ તેને લઈને પણ કેટલીક જાણકારી સામે આવે છે. ઘટનાઓથી પરિચિત સરકારી સૂત્રોએ જણાવ્યું કે PLAના સૈનિકોએ પોઇન્ટ 14ની ઉપર ઉંચી જમીનથી પત્થર ફેંકીને ભારતીય કાર્યવાહીનો જવાબ આપ્યો અને પછી લોખંડની વસ્તુઓ અને ક્લબોનો ઉપયોગ હુમલા માટે કર્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  આગામી સમાચાર