અંકારા : પૂર્વી તુર્કીમાં શુક્રવારે મોડી રાતે 6.8ની તીવ્રતાનાં ભૂકંપના કારણે 14 લોકોનાં મોત તથા 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનાં ઝટકા એટલી તીવ્રતાથી આવ્યો કે કેટલીય બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ. સુરક્ષાદળોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધા છે. ધરાશયી થયેલી બિલ્ડિંગની નીચે હજી લોકો દબાયા હોવાની આશંકા છે. તુર્કીનાં મંત્રી સુલેમાન સોયલૂએ કહ્યું કે, 'ભૂકંપને કારણે થયેલા નુકસાનનું આંકલન કરવામાં આવશે. મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.'
મહત્વનું છે કે, ભૂકંપના આંચકા તુર્કીનાં પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ અનુભવાયા હતાં. જોકે, આ દેશોમાંથી નુકશાનનાં કોઇ અહેવાલ સાંપડ્યા નથી.
6.8ની તીવ્રતાનાં ભૂકંપના કારણે 14 લોકોનાં મોત થયા છે.
ભૂકંપને કારણે ઘણું જ નુકસાન થયું છે. હજી મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે તુર્કી સરકારે લોકોને ઘીરજ રાખવાની સલાહ આપી છે.
#UPDATE Death toll due to earthquake in Eastern Turkey rises to 14, as per disaster agency: AFP news agency https://t.co/S8yBTf3uOd
જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપ રાતે આશરે 8 કલાક 55 મિનિટે આવ્યો હતો. ભૂકંપમાં ધરાશયી મકાનોની નીચે ફસાયેલા લોકોનાં બચાવમાં ઘણી જ તકલીફ થઇ હતી. કારણ કે બચાવ ટીમોને રાતમાં અંઘારાનો સામનો કરવો પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર