Home /News /samachar /

આસામમાં 12 વર્ષની બાળકી સાથે ગેંગરેપ, ઝાડથી લટકાવી હત્યા કરી, 7 સગીર સ્ટુડન્ટ ઝડપાયા

આસામમાં 12 વર્ષની બાળકી સાથે ગેંગરેપ, ઝાડથી લટકાવી હત્યા કરી, 7 સગીર સ્ટુડન્ટ ઝડપાયા

7 સ્ટુડન્ટ્સે પરીક્ષા આપ્યા બાદ પાર્ટીના બહાને બાળકીને એક મકાનમાં બોલાવી આચર્યું દુષ્કર્મ, બાદમાં ઝાડથી લટકાવી હત્યા કરી

7 સ્ટુડન્ટ્સે પરીક્ષા આપ્યા બાદ પાર્ટીના બહાને બાળકીને એક મકાનમાં બોલાવી આચર્યું દુષ્કર્મ, બાદમાં ઝાડથી લટકાવી હત્યા કરી

    તેજપુર : આસામ (Assam)ના વિશ્વનાથ જિલ્લામાં 12 વર્ષની બાળકી સાથે ગેંગરેપ (Gang Rape) કર્યા બાદ તેની હત્યાના કરવાના આરોપમાં સાત સ્ટુડન્ટ્સની રવિવારે પકડવામાં આવ્યા છે. આ સ્ટુડન્ટ્સે ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી છે. પોલીસે જણાવ્યું કે અપરાધ બાદ બાળકીને ઝાડથી લટકાવી દેવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે ઘટના શુક્રવારે ચાકલા ગામની છે.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી ફરાર હતા જેમને પોલીસ ટીમે પકડી લીધા છે. આ તમામ હાઈસ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (એચએસએલબી) પરીક્ષાર્થી હતા.

    અખબાર ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ, પીડિતાના કાકાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, જ્યારે બાળકી શુક્રવારે ઘરે ન આવી તો તેઓ ચિંતિત થઈ ગયા. તેઓએ તેની શોધખોળ શરૂ કરી દીધી, પરંતુ તેની કોઈ ભાળ ન મળી. તેઓએ બાળકીના ગુમ થવા માટે ગામના જ બે છોકરાઓ પર શક ગયો અને તેની શોધખોળ શરૂ કરી. બીજા દિવસે તેમને જંગલમાં સંદિગ્ધોને જોયા. જોકે જેવી છોકરાઓની નજર બાળકીના પરિવારના સભ્યો પર પડી તો તેઓ ત્યાંથી ભાગી ગયા. ચિંતિત પરિજનોએ પોલીસનો સંપર્ક કર્યો અને જંગલમાં બાળકીની શોધખોળ કરી. થોડીવારમાં જ તેમને એક ઝાડથી લટકેલી બાળકીની લાશ મળી.

    અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓએ પરીક્ષા બાદ પાર્ટીના બહાને બાળકીને એક મકાનમાં બોલાવી અને તેના સાથે દુષ્કર્મ આચર્યું. તેમણે જણાવ્યું કે એવી આશંકા છે કે બાળકી સાથે શુક્રવારે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેને મકાનની પાસે જ એક ઝાડથી લટકાવી દેવામાં આવી. પોલીસે બાળકીનો મૃતદેહ શનિવારે કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    આ પણ વાંચો, બર્થડે પાર્ટી દરમિયાન PCS અધિકારીની પત્ની સાથે ટૉયલેટમાં થઈ છેડતી
    First published:

    આગામી સમાચાર