ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લગભગ 10 વર્ષની ઉંમરનું એક બાળક કાર ચલાવતું જોવા મળી રહ્યું છે. ઘટના 8 ડિસેમ્બરની હૈદરાબાદના આઉટર રિંગ રોડની છે. કાર ચલાવતી વખતે પાછળની સીટ પર બે લોકો બેઠેલા છે જે સંભવત: બાળકના માતા-પિતા હશે. 16 સેકન્ડની આ વીડિયો ક્લિપને ટ્વિટર પર ટાઇગર નિલેશના હેન્ડલથી શૅર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે AP28 BL 6979 નંબર પ્લેટવાળી સિલ્વર કરલાની ઑલ્ટો કારને એક બાળક ચલાવી રહ્યું છે અને તેના માતા-પિતા આરામથી પાછળ બેઠેલા છે.
નિલેશે લખ્યું કે, મૂખર્તાભર્યું પગલું છે કે અથવા તો જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ છે. આ વીડિયો હૈદરાબાદમાં 8 ડિસેમ્બર 2019ના રોજ 9:30 વાગ્યો છે અને બીજાઓની જિંદગીને ખતરામાં નાખી દે છે. માતા-પિતાની હાજરીમાં બાળક કાર ચલાવી રહ્યું છે. ટ્વિટમાં હૈદરાબાદ પોલીસને માતા-પિતાની વિરુદ્ધ આકરાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
An Act of Stupidity or wilful Recklessnes. Video of outer ring road of Hyd on 8.12.19/ 9.32 Am. How these people riskng their lives n also others moving around. Car driven by kid aged around 10 in the presence of parents. check pics in trailing @hydcitypolice@HYDTP@HYDTrafficpic.twitter.com/N4Pg06b2oZ
આગળ ટ્વિટ કરવામાં આવ્યું છે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવ એક ક્રાઇમ છે અને ઘણા બધા મામલાઓમાં ડ્રાઇવરને જેલ મોકલી દેવામાં આવે છે પરંતુ માતા-પિતાના સુપરવિજનમાં ડ્રાઇવ કરનારા બાળકને જેલ ન મોકલી શકાય. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ આ કારે અનેકવાર નિયમ તોડ્યા છે કારણ કે 2015થી અત્યાર સુધી તેની સામે 4500 રૂપિયાથી વધુ દંડ થઈ ચૂક્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ ખુશાઈગુડા પોલીસ સ્ટેશને ઈ-ચલાન જાહેર કરી દીધું છે. પોલીસ સ્ટેશન દ્વારા જાહેર ચલાનની રિસિપ્ટને ટ્વિટર પર શેર કરવામાં આવી છે જેમાં દેખાઈ રહ્યું છે કે બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં આદેશનું પાલન ન કરવા (500 રૂપિયા), ખતરનાક ડ્રાઇવિંગ (1000 રૂપિયા) અને નિયમો દ્વારા નિર્ધારિત ઉંમરથી ઓછી ઉંમરમાં ડ્રાઇવિંગના ચાર્જિસ લગાવવામાં આવ્યા છે.