Home /News /sabarkantha /પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, મહિનાઓ બાદ ફૂટ્યો ભાંડો
પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, મહિનાઓ બાદ ફૂટ્યો ભાંડો
હેડફોન
મોડી રાતના સમયે જો તમે કોઇ કેબમાં બેઠા હોવ તો તે વિષેની જાણકારી તમારા પરિવારને આપો. સાથે જ કેબમાં કે રસ્તામાં એકલા ચાલતા એક સાઇડ હેડફોનનો લગાવો. જેથી જરૂરીયાતના સમયમાં તમે કોઇને ફોન કરી શકો.
પતિની લાશને ગામની સીમમાં આવેલ વાઘાના કોતરોમાં દાટી દીધી હતી.
ન્યૂઝ 18 ગુજરાતી: ઈડર તાલુકાના નવા સમલાપુર ગામ નજીક આવેલ વાઘાની કોતરોમાં દાટી દેવાયેલી હાલતમાં નરકંકાલ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને ચારેક મહિના પહેલા પતિની હત્યા કરીને લાશને નદીનાં કોતરમાં દાટી દીધી હતી. સરપંચે ઈડર પોલીસ મથકને જાણ કરતા પોલીસ, ઈડર મામલતદાર, એફએસએલ ટીમ, ડોગ સ્કર્વોડ સહીતની ટીમો ઘટના સ્થળે પહોચીને માનવ અંગોને એફએસએલમાં મોકલી આપ્યા હતા.
આ વાત ગામમાં વાયુવેગે ફેલાતા ત્યાં લોકોનાં ટોળેટોળા જોવા આવ્યાં હતાં. ખેતમજૂર તરીકે કામ કરતા વ્યક્તિનું ચાર માસ પહેલા પ્રેમી સાથે મળીને પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો હતો બાદ વાઘાની કોતરોમાં દાટી દીધો હતો. જો કે પોલીસે હજુ આ મામલે માત્ર જાણવા જોગ ફરીયાદ નોંધીને ખરેખર મૃતક એ જ વ્યક્તિ છે કે કેમ અને તેના હત્યારા કોણ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીએ ગૂમ થયાની ફરિચાદ નોંધાવી ન હતી
નર્મદા જિલ્લાનાં કેવડિયાનાં ગોવિંદભાઇ તડવી ગુમ થતાં ખેતરમાલિકે અનેકવાર તેના ગૂમ થવાની ફરિયાદ ઈડર પોલીસને જાણ કરવાનું કહ્યું હતું પરંતુ તેણે દરેક વખતે જાણ કરવાની ના પાડતી હતી. મૃતકની 11 વર્ષની પુત્રીએ તેની બહેનપણીને વાત કરતા આ આખો ભાંડો ફૂટ્યાંની પણ ચર્ચા થઇ રહી છે. પુત્રીએ તેની બહેનપણીને આ આખું કાવતરૂં કહ્યું હતું જે બાદ બહેનપણીએ તેના પિતાને વાત કરતા આખી વાત સામે આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ
ઈડર પોલીસની પ્રાથમિક માહિતી પ્રમાણે સમલાપુર ગામમાં રાજપીપળા ગામનું એક આદીવાસી પરિવાર ભાગીયા તરીકે કામ કરતું હતું મૃતક યુવાનની પત્નીનાં કાવા ગામના રહેવાસી એક યુવાન સાથે પ્રેમ સંબંધમાં બંધાયા હતા. પ્રેમી પંખીડાઓ પતિને ભુત ઉતારવાનું છે તેમ કહી ઝેરી દવા પિવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિની લાશને ગામની સીમમાં આવેલ વાઘાના કોતરોમાં દાટી દીધી હતી. જો કે આ સમગ્ર મામલામાં પોલીસ પણ હજુ સ્પષ્ટ ન હોવાથી હાડપીંજરનું ડીએનએ કરાવી રીપોર્ટ આવે ત્યારે જ જાણ થઈ શકે છે કે મરનાર એ જ વ્યક્તિ છે કે કેમ ? ઉપરાંત પતિને મોતને ઘાટ ઉતારનાર તેની પત્ની અને તેનો પ્રેમી જ છે તે દિશામાં વધુ પુછપરછ હાથ ધરીને તૂટતી કડીઓ જોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.