Home /News /sabarkantha /હિંમતનગરઃશાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા,મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

હિંમતનગરઃશાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા,મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

હિંમતનગરઃ મહિલાઓ માટે કીચનનો મુખ્ય સામાન હોય તો એ શાકભાજી છે અને શાકભાજીના ભાવ અત્યારે પહોચ્યા છે આસમાને.ગરમીની શરૂઆત થતાં જ હવે લીલા શાકભાજી ના ભાવમાં વધારો થવા લાગ્યો છે, તો વળી રાજસ્થાનમાં પણ ગુજરાતના શાકભાજી ની માંગ વધતા જ સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃ મહિલાઓ માટે કીચનનો મુખ્ય સામાન હોય તો એ શાકભાજી છે અને શાકભાજીના ભાવ અત્યારે પહોચ્યા છે આસમાને.ગરમીની શરૂઆત થતાં જ હવે લીલા શાકભાજી ના ભાવમાં વધારો થવા લાગ્યો છે, તો વળી રાજસ્થાનમાં પણ ગુજરાતના શાકભાજી ની માંગ વધતા જ સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

    શાકભાજીનુ ઉત્પાદન પણ ઉનાળામાં પાણીની ખેંચને લઇને ઘટવાને લઇને અસમાનતા પેદા થવાથી શાકભાજીના ભાવોમાં પણ ઉછાળો સર્જાયો છે. હાલ રીંગણ જેવી શાકભાજી પણ મોંઘી બની છે. રીંગણના ભાવ પચાસ રૂપિયા આસપાસ છે તો ચોળી-100 થી 120, ગવાર-100,ભીંડા-80,ટામેટાં-40  મરચાં-100,દુધી-50,ગલકાં-100,ફુલાવર અને કોંબીજ 50 થી 70 રૂપિયા જેટલો છે તો હોસલેલ માર્કેટ પણ મોંઘુ બન્યુ છે અને તેમાં પણ પ્રતિ વિસ કીલો એ મોંટા ભાગની શાકભાજી પાંચસો થી બારસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે.

    સાબરકાંઠા જીલ્લો આમ તો શાકભાજીના ઉત્પાદન સારા પ્રમાણમાં કરે છે અને સાબરકાંઠા થી મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને દીલ્હીમાં પણ શાકભાજી નો નિકાસ કરે છે. પરંતુ હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં બમણાં જેવો ઉછાળો હોલસેલ શાકભાજીમાં વધારો થયો છે. તો વળી હાલમાં રાજસ્થાનમાં પણ સાબરકાંઠા ની શાકભાજીની મોટી માંગ ઉભી થઇ છે અને જેને લઇને સાબરકાંઠામાંથી રાજસ્થાનના વહેપારીઓ શાકભાજી ખરીદી કરતા હોવાને લઇને હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.

    તો વળી સ્થાનિક બજારામાં પણ શાકભાજી હવે મોંઘી બની ગઇ છે અને ગૃહીણીઓ અને ઘર ચલાવનારા પુરુષો પણ પોતાની કમાણી પર કાતર ફેરવતી આ મોંઘવારી થી પરેશાન થઇ ગયા છે અને રોજીંદી જરૂરીયાત એવી શાકભાજી ને લઇને ખીસ્સા પર ભારણ વધવા લાગ્યુ છે.આમ કો પહેલા શાકભાજીના ભાવમાં ઘટાડો હતો પરંતુ હાલ તો આ શાકભાજીનો ભાવ વધી જતા ઘરનુ બજેટ ખોરવાઈ ગયુ છે.
    First published:

    Tags: વેપાર