
હિંમતનગરઃ ધોરણ દશનુ પરીણામ જાહેર થયા બાદ વિધાર્થીનીને લાગી આવતા તેણે કુવામાં પડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તેને બચાવવા માટે તેના જ બે સગાં ભાઇઓએ પણ સીત્તેર ફુટ ઉંડા કુવામાં કુદી પડીને બચાવવા માટે પ્રયાસ કરવા જતાં બંને ભાઇઓના મોત નિપજ્યા હતાં. સાબરકાંઠાના તલોદ તાલુકાના વક્તાપુર ગામે આ કરૂણ ઘટના સર્જાઇ હતી. ઘટનામાં કીશોરી ઘાયલ થતાં તેને ગાંધીનગર અને બાદમાં અમદાવાદ સીવીલમાં ખસેડાઇ હતી.