Home /News /sabarkantha /PUSHPA: 'પુષ્પા' જેવો શર્ટ અને કામ પણ 'પુષ્પા' જેવું, ગુજરાતમાં 3 ચંદન ચોર ઝડપાયા

PUSHPA: 'પુષ્પા' જેવો શર્ટ અને કામ પણ 'પુષ્પા' જેવું, ગુજરાતમાં 3 ચંદન ચોર ઝડપાયા

પોલીસે પુષ્પા ગેંગના ૩ આરોપીઓની અટકાયત કરી છે

ઇડર સહિત આસપાસના વિસ્તારમાં ચંદનના ઝાડની ચોરી કરનાર ગેંગ છેલ્લા કેટલાય સમયથી ચંદનના કિંમતી ઝાડની ચોરી કરતા હતા. પોલીસે મધ્યપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેઓ ચોરી કરેલ ચંદનના ઝાડ ઉત્તરપ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા.

    ઈશાન પરમાર, હિંમતનગર: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં સુગંધિત કિંમતી ચંદનના ઝાડની ચોરી (Theft of sandalwood trees) કરનાર ગુજરાતના ત્રણ પુષ્પા (Pushpa)ની પોલીસે ધરપકડ કરીને ચાર લાખ રૂપિયાનું સુગંધિત ચંદન સહિત બાઈક અને ચોરીમાં વપરાયેલ સાધનો પણ કબ્જે કર્યા છે. તો વધુ 10 જેટલા આરોપીઓની શોધખોડ હાથ ધરી છે.

    ઇડર સહિત આસપાસના વિસ્તારમાં ચંદનના ઝાડની ચોરી કરનાર ગેંગ છેલ્લા કેટલાય સમયથી ચંદનના કિંમતી ઝાડની ચોરી કરતા હતા. પોલીસે મધ્યપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેઓ ચોરી કરેલ ચંદનના ઝાડ ઉત્તરપ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા. ચોરીમાં સંડોલવાયેલ ત્રણ સગીર સહિત 10 આરોપી પકડવાના બાકી છે. અંદાજીત અત્યાર સુધી આરોપીઓએ 15 લાખ રૂપિયાનું ચંદન ચોરી કરી છે. ચોરી કરેલ ચંદન ઝાડ પૈકીના ચાર લાખ રૂપિયાનું ચંદન લાકડું રિકવર કરાયું છે. આ દરમિયાન પુષ્પા ઝુકેગા નહિં સાલાનો શર્ટ આરોપીઓ પહેરે છે.

    સાબરકાંઠા જીલ્લાના ઇડર પંથકમાં આવેલ બડોલી, ચાંપડ, સુર્યનગર કંપા, ફિચોડ, વસાઈ સહિતના ગામમાં ખેડૂતો ખેતરના શેઠા પર અને ખેતરમાં કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડ કેટલાય સમયથી ચોરી થઈ રહી છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા.



    આમ તો મુળ મધ્યપ્રદેશના આરોપીઓ ગામડાઓમાં વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ અર્થે ગામમાં જતા અને રેકી કરીને રાત્રે ચંદનને નિશાન બનાવતા હતા. કરબત વડે ઝાડ કાપીને જેટલુ ચંદન લઈ જવાય એટલુ બાઈક પર લઈ જતા અને અન્ય ચંદન જમીનમાં ખાડો ખોદી દાટી દેતા અને બાદમાં તે લઈ જતા હતા. પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી તો પુષ્પાનો શર્ટ પહેરેલ હતો જેના પર ફિલ્મનો હિરો અને પુષ્પા ઝુકેગા નહિ સાલા પણ લખેલ હતુ એટલે કે હજુ તો કેટલાક પુષ્પાઓ પોલીસને હાથતાળી આપી ફરાર છે.

    આ પણ વાંચો- ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપનો રોડ ‘પૂજ્ય હીરાબા માર્ગ' તરીકે ઓળખાશે

    આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા એ દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કતી છે. ઇડર તાલુકાના ઇડર પોલીસ મથકે ચોરીના સાત ગુન્હા અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુન્હા નોંધાયેલ છે. જેની આરોપીઓ એ કબૂલાત પણ કરી છે તો બીજી તરફ આરોપીઓ એ અત્યાર સુધી અંદાજીત 15 લાખ રૂપિયાની કિંમતનું કિંમતી ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી લીધું છે..સાબરકાંઠાથી ચોરાયેલ કિંમતી ચંદન માંથી પોલીસે ચાર લાખ રૂપિયાનું ચંદન રિકવર કર્યું છે.

    આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1 લાખ 41 હજાર પરિવારોને મળશે ઘરનું ઘર

    હાલ તો પોલીસ પુષ્પા ગેંગના ૩ આરોપીઓની અટકાયત કરી છે તો હજુ 10 જેટલા આરોપીઓ ઝડપવાના બાકી છે. 15 લાખના ચંદનની ચોરી કર્યા બાદ હાલ તો પોલીસ 4 લાખનુ જ ચંદન રીકવર કરી ચુકી છે હજુ બીજુ બાકી છે તો આ ઉપરાંત આ પુષ્પાઓ પાસેથી ચંદન મળી શકે તેમ છે તો આ ઉપરાંત અનેક ગુન્હાઓનો ભેદ પણ ઉકેલી શકાય તેમ છે. તો આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Gujarati news, Himmatnagar, Pushpa, Sabarkantha

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો