Home /News /sabarkantha /Idar: આ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ટામેટાની ખેતી કરી, લુંબે ઝુંબે આવે ટામેટા, આટલી આવક મેળવે

Idar: આ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ટામેટાની ખેતી કરી, લુંબે ઝુંબે આવે ટામેટા, આટલી આવક મેળવે

X
ઓર્ગેનિક

ઓર્ગેનિક ટામેટાના ખેતીથી મહિને સારી આવક મેળવે છે હિતેશભાઈ

ઇડર તાલુકાના ચિત્રોડી ગામના હિતેશભાઈ ચૌધરી છેલ્લા 12 વર્ષથી પોતાના ખેતરમાં ઓર્ગેનિક રીતે ઉછેર કરી ટામેટાનું વાવેતર કરીને તેને છુટક તથા વેપારી દ્વારા વેચીને મહિને હજારોમાં કમાણી કરે છે.

Raj Chaudhary, Sabarkantha: ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત હિતેશ ચૌધરી છેલ્લા 12 વર્ષથી પોતાના ખેતરમાં ઓર્ગેનિક રીતે ઉછેર કરી ટામેટાની ખેતી કરે છે. ખેડૂત પકવેલા ટામેટાના પાકને ઇડર શહેરમાં લઈ જઈને શાકભાજી માર્કેટમાં વેચે છે.અને મહિને સારી આવક મેળવે છે. ખેડૂત હિતેશ ચૌધરી સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી કરે છે.

સંપૂર્ણ કુદરતી રીતે કરે છે ઉછેર

ચિત્રોડી ગામના ખેડૂત હિતેશ ચૌધરી પાકમાં પેસ્ટિસાઈડ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાને બદલે જીવામૃત,પંચામૃત, બીજામૃત,પંચદ્રવ્ય અને આકડાના ફૂલ જેવી કુદરતી દવાઓ બનાવીને તેનો છંટકાવ કરે છે,અને સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ટામેટાનો ઉછેર કરે છે.



રાસાયણિક ટામેટાની સરખામણીએ ઓર્ગેનિકનું ઉત્પાદન વધુ

ઓર્ગેનિક ખેતી અંગે હિતેશ ભાઈ જણાવે છે કે ચિત્રોડી ગામમાં અનેક લોકો ટામેટાની વાવણી કરે છે. પરંતુ અન્ય જે લોકો ટામેટાની વાવણી કરે છે તેઓ પેસ્ટીસાઇડ દવાઓનો ઉપયોગ કરીને ઉછેર કરે છે.



બંને વચ્ચે તફાવત જોવામાં આવે તો પેસ્ટીસાઈડના પ્રમાણમાં ઓર્ગેનિક રીતે ઉછેર કરાયેલા ટામેટા માંથી વધુ ઉપજ લઈ શકાય છે.



અને વધુમાં તેમણે કહ્યું હતું કે,અમે લોકોને દવાઓ આપી મારી નાખવા કરતા ઓર્ગેનિક રીતે ટામેટા વાવી એકદમ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે પણ સારા ટમેટા લોકોને ખવડાવીએ છીએ.



ઓર્ગેનિક ટામેટાની લોકોમાં છે માંગ

ઓર્ગેનિક ટામેટા વેચીને ખેડૂત મહિને 30 થી 35 હજાર રૂપિયાની કમાણી કરે છે .અને છૂટક રીતે પણ ગામના લોકો તેમને ત્યાં ટામેટા ખરીદવા આવે છે.



ખેડૂતના કહેવા પ્રમાણે આમ તો બજારમાં વેચવા ન જઈએ અને ઘરે બેઠા જ વેચીએ તો ઘણા લોકો ટામેટાની ખરીદી કરી જાય છે.પરંતુ તેમાં સમય વધુ વેડફાતો હોય સીધુ બજારમાં જ ટામેટા આપી દેવાથી વધુ ફાયદો થાય છે અને સારૂ વડતર પણ મળી રહે છે.
First published:

Tags: Farmer in Gujarat, Local 18, Sabarkantha, Tomato

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો