Home /News /sabarkantha /Idar: આ ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી ચાર પ્રકારનાં તરબૂચની ખેતી કરે છે, વર્ષે આટલી કમાણી કરે

Idar: આ ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી ચાર પ્રકારનાં તરબૂચની ખેતી કરે છે, વર્ષે આટલી કમાણી કરે

X
આ

આ ખેડૂત અલગ અલગ4 પ્રકારના તરબૂચની કરે છે ખેતી 

ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત દસ વર્ષથી ઓગેનિક ખેતી કરી રહ્યાં છે. તેમજ ચાર પ્રકારના તરબૂચ ઉગાડે છે. વર્ષે ત્રણ થી ચાર લાખની આવક મેળવી રહ્યા છે.

Raj Chaudhary, Sabarkantha: ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત સંકેત ચૌધરી પોતાના ખેતરમાં 10 વર્ષથી ઓર્ગેનિક કરી રહ્યાં છે. ઓર્ગેનિક પદ્ધતિથી અલગ અલગ ચાર પ્રકારના તરબૂચની ખેતી કરે છે અને વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયાની કમાણી કરે છે.

જુદા જુદા ચાર પ્રકારના તરબૂચ વાવે છે.

સંકેતભાઇએ સાત દિવસ વડતાલ ખાતે સુભાષ પાલેકરની કુદરતી ખેતી અંગેની શિબિરમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે પોતાના ખેતરમાં સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ખેતી કરવાનો વિચાર કર્યો હતો.



દસ વર્ષથી આજ દિન સુધી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેમજ જુદાજુદા ચાર પ્રકારના તરબૂચ ઉગાડી રહ્યાં છે. વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયાનો નફો કરે છે.



વર્ષ 2005થી તરબૂચની ખેતી કરે છે

સંકેતભાઈ ચાર પ્રકારના તડબૂચની ખેતી કરે છે. જેમાં લીલા,પોપટી, કાબરચીતરા અને પીળા રંગના તરબૂચ ઉગાડે છે.



સંકેતભાઈ વર્ષ 2005 થી દર વર્ષે તરબૂચની ખેતી કરે છે. વર્ષ 2008થી દવાઓ કે રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ કરતા નથી.



કુદરતી દવા બનાવે છે

સંકેતભાઈ આંકડા, જીવામૃત, અજમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્કનો ઉપયોગ કરે છે.



કુદરતી દવા બનાવી તેનો છંટકાવ કરે છે. ઓર્ગેનિક તરબૂચની ખેતી કરે છે. તેના ફાર્મ ઉપરથી સીધું વેચાણ કરે છે.
First published:

Tags: Gujarat farmer, Local 18, Organic farming, Sabarkantha