Home /News /sabarkantha /Sabarkantha: ઈડરગઢ એક અજાયબીનું નામ છે, ઈતિહાસ જાણીને થશે ગર્વ

Sabarkantha: ઈડરગઢ એક અજાયબીનું નામ છે, ઈતિહાસ જાણીને થશે ગર્વ

વહીવટીતંત્ર દ્વારા સુરક્ષિત સ્થળતરીકે ગોઠવણ કરવામાં આવેતો ઈડરગઢ મહત્વનુ સ્થળ બને

સાબરકાંઠાના અરવલ્લીની ગિરિમાળાઓમાં સૌથી પ્રાચીન ઈડરિયો ગઢ આવેલો છે. તેની સાથે અનેક દંત કથાઓ જોડાયેલી છે તંત્રદ્વારા સુરક્ષિત સ્થળ તરીકે ગોઠણ કરેતો મહત્વનું સ્થળ બને.ઇડરના નામનો ઇતિહાસ પણ ખુબજ અટપટો છે.તેમજ અનેક લોકવા

 • News18 Gujarati
 • Last Updated :
 • Sabar Kantha, India
  Nilesh Rana, banaskantha: સાબરકાંઠામાં આવેલો ઈડરિયો ગઢ અરવલ્લી ની ગિરિમાળાઓમાં સૌથી પ્રાચિન માનવામાં આવે છે જો કે ઈડર ગઢ એક કિલ્લો નથી પરંતુ આજની તારીખે પણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે.  જો કે આજની તારીખે ખંડ ખંડ વેરાઈ રહેલા ઇતિહાસને એકરૂપ કરવાની તાતી જરૂરિયાત છે ત્યારે દિન-પ્રતિદિન ભુલાતા જતા ઈડરિયો ગઢ મામલે સ્થાનિક જાગૃતતાની તાતી જરૂરિયાત છે.

  સમગ્ર ભારત વર્ષમાં જેમનું નામ લેવાથી પણ શૂરવીરતા આવે છે તે મહારાણા પ્રતાપ થી લઈ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર સુધી ઈડરિયો ગઢ વિવિધ રીતે છેવાડાના વ્યક્તિ સુધી પ્રસિદ્ધ છે. જોકે આજની તારીખે જોવા જઈએ તો ઇડરગઢ દીન પ્રતિદિન સ્થાનિક લોકો પોતાના વ્યક્તિગત નફા માટે ખનન કરી રહ્યા છે તો બીજી તરફ ઇડરનો ભુલાય નો ઇતિહાસ સ્થાનિકો માટે પણ અકળાવનારો બની રહ્યો છે આજે પણ કેટલાયે લોકો માટે ઇડરગઢ એ એક અજાયબી નું નામ બની રહ્યું છે.  ત્યારે ઈડર ગઢ ઉપર છેલ્લા કેટલાક સમયથી નાશ ભાગ બની રહ્યો છે જેના પગલે આગામી સમયમાં ઈડરીયા ગઢ ની સુંદરતા સામે પણ સવાલો પેદા થયા છે જોકે આ મામલે ઇડરના શહેરીજનોએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ઇડરગઢ એ એક સંસ્કૃતિ છે તેમજ ઇડર ગઢના તાર વિક્રમાદિત્ય થી લઇ ઈતિહાસમાં સૌથી મોટા વિસ્તાર ના રાજવી સાથે જોડાય છે સાથોસાથ એક સમયે લીલાછમ જંગલોથી આચ્છાદિત ઇડરગઢ હાલમાં કાળમીંઢ પથ્થર સમાન બનવા જઈ રહ્યું છે ત્યારે વહીવટી તંત્રની પણ આ મામલે કુંભકર્ણ ની નિંદ્રા છોડવા જણાવી રહ્યા છે.


  જોકે ઈડર ગઢ માં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકોએ ઉપાડેલી વિવિધ મુહિમ પણ હવે જાણે કે રંગ લાવી રહી હોય તેમ ઇડરના કેટલાક વિસ્તારમાં હવે લીલા ઝાડ પણ દેખાઇ રહ્યા છે જોકે સમગ્ર શહેર નો પ્રયાસ એકસાથે ઇડરગઢ બચાવવા આ મામલે આગળ વધે તો ઈડર ગઢ ફરીથી લોકમુખે પ્રસિદ્ધ થાય તેમ છે હાલના તબક્કે ઇડરગઢ તેમજ તેની આસપાસના વિસ્તાર માટે પણ દિનપ્રતિદિન જાળવણીના અભાવે તૂટતા જઈ રહ્યો છે જોકે વહીવટી તંત્ર દ્વારા રક્ષિત સ્થળ તરીકે ગોઠવણ કરવામાં આવે તો ઈડર ગઢ સમગ્ર ગુજરાત માટે મહત્વનું સ્થળ બની રહે તેમ છે.  ઇડરનું પ્રાચીન નામ ઇલ્વદુર્ગ હતુ, જેનો અર્થ ઇલ્વનો કિલ્લો થાય છે. અપભ્રંશ થઇને તે ઇડર નામ મળેલ છે. ઇડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી 120 કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે.ઇડરના નામનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે. લોકવાયકાઓ છે કે,વર્ષો પહેલાં અહીંયા પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી. જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ.તેથી લોકોએ ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે. પાતાળ કુંડ વિશે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે, વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો.

  આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઇડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજના વિવાહ એક નાગકન્યા સાથે થયા હતા .

  ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ્ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ પણ નજીક આવેલુંંછે. દિલ્લીથી આવેલા અલ્લાઉદીન ખીલજી સોમનાથ વેરાવળથી પાટણ જાય છે ત્યારે વચ્ચે આવતાં બધા રાજ્યને માં જીત હાંસલ કરે છે પરંતુ ઇડરમાં અલ્લાઉદ્દીન ખીલજીની હાર થાય છે જે વર્તમાન સમય સંજોગોને પણ સ્થાનિક ના આધારે સમજી શકાય છે જોકે હાલના તબક્કે સમગ્ર ઇડર ગઢના અસ્તિત્વ સામે સવાલ ઉભો થયો છે ત્યારે આગામી પેઢી માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તે સમયની માંગ છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: History, Idar, Local 18, Sabarkantha

  विज्ञापन
  विज्ञापन