Home /News /sabarkantha /મહાશિવરાત્રીએ પ્રજ્વલિત કરાઈ દેશની સૌથી મોટી જ્યોત, કોરોના મહામારીને દૂર કરવાની પ્રાર્થના
મહાશિવરાત્રીએ પ્રજ્વલિત કરાઈ દેશની સૌથી મોટી જ્યોત, કોરોના મહામારીને દૂર કરવાની પ્રાર્થના
400 કિલો ઘીનું જ્યોત સાથેનું અનોખું રહસ્ય
મહાશિવરાત્રીના પર્વને લઈ શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય છે. આ ઉજવણી સમગ્ર રાજ્યભરમાં ઉજવાય છે. તેમાં સૌથી વધુ પ્રસિધ્ધ અને ચર્ચામાં રહી હતી. સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણાધામની શિવરાત્રી.
મહાશિવરાત્રીનો તહેવાર એટલે ભગવાન ભોળાનાથને સમર્પિત થઈ જવાનો અને ભક્તિ કરવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસને શિવરાત્રિ (Shivratri) કહેવામાં આવે છે. પરંતુ જન સમુદાય જે મહાશિવરાત્રી (Mahashivratri) પર્વની ઉજવણી કરે છે તે દિવસ મહા વદ ચૌદસનું પર્વ છે. એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો. વળી, પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિના દિવસે જ પ્રગટ થયું હતું.
આ પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક કથા પણ જોડાયેલી છે. આ જગવિખ્યાત કથામાં મહાશિવરાત્રીના પર્વનું પણ વર્ણન કરેલ છે. આ કથામાં હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવ (Shiv) નો કલ્યાણભાવ જોવા મળે છે.
મહાશિવરાત્રીના પર્વને લઈ શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય છે. આ ઉજવણી સમગ્ર રાજ્યભરમાં ઉજવાય છે. તેમાં સૌથી વધુ પ્રસિધ્ધ અને ચર્ચામાં રહી હતી. સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણાધામની શિવરાત્રી.
અહીં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દેશની સૌથી મોટી જ્યોત (Jyot) પ્રજ્વલિત કરવામાં આવી હતી. આ જ્યોત પ્રજ્વલિત કરવામાં 400 કિલો ઘી, 25 કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવું કરવાનું કારણ પણ ઉમદા હતું. આ જ્યોત કોરોના (Corona) મહામારીને દૂર કરવાની પ્રાર્થના સાથે પ્રગટાવવામાં આવી હતી.
આ સ્થળે દર વર્ષે મોટા પાયે મહાશિવરાત્રીનું આયોજન થાય છે. અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ આસપાસના રાજ્યોના ભક્તો પણ આવે છે. મહત્વપૂર્ણ છે કે અહીં છેલ્લા 20 વર્ષથી અહીં જ્યોત પ્રગટાવવામાં આવે છે. જેમાં 25 કિલો કપાસ અને 20 મણ ઘીનો ઉપયોગ થાય છે. આ જ્યોત વિશ્વ શાંતિ માટે પ્રજ્વલિત કરવામાં આવે છે. આ સાથે વિશ્વને કોરોનાથી શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી.
દર વર્ષે બેરણાધામમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી પણ ભક્તો આવે છે. તમને જણાવી દઈએ કે બેરણાધામમાં 1008 શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલા છે અને સાથે જ મહાદેવની 51 ફૂટ ઊંચી પ્રતિમા પણ આવેલી છે. અહીં દૂર દૂરથી ભક્તો આવે છે અને મહાજ્યોતમાં ઘી અર્પણ કરે છે.
આ ધામ ખાતે માત્ર મહાશિવરાત્રી (Mahashivratri) પર જ નહીં પરંતુ વર્ષ દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ભગવાન શિવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.