Home /News /sabarkantha /

વધુ એક આપઘાત: સસરાની ગંદી હરકતોથી કંટાળીને પુત્રવધૂનો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાત

વધુ એક આપઘાત: સસરાની ગંદી હરકતોથી કંટાળીને પુત્રવધૂનો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાત

વધુ એક પરિણીતાનો આપઘાત (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

Talod suicide case: આપઘાત કરી લેનારી સરિતાએ અનેક વખત ઉદેપુર રહેતા તેમના માતાપિતાને ફરિયાદ કરી હતી કે તેણીના સસરાની નિયત સારી નથી લાગી રહી. આ વાતને લઈને સરિતાના માતાપિતાએ તેણીના સસરાને ઠપકો પણ આપ્યો હતો.

    સાબરકાંઠા: વધુ એક યુવતીએ સાસરિયાના શારીરિક અને માનસિક (Physical and mental torture) ત્રાસને પગલે આપઘાત કરી લીધો છે. સાબસકાંઠા જિલ્લાના તલોદ (Talod)માં બે સંતાનોની માતા એવી 26 વર્ષીય પરિણીતાએ આપઘાત (Suicide) કરી લીધી છે. પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાની વિગત સામે આવી છે. આપઘાત પહેલા પરિણીતાએ એક સુસાઇડ નોટ (Suicide note) પણ લખી હતી. જેમાં તેણીને તેના સસરા તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ છે. એવી પણ વિગતો મળી છે કે સસરા તરફથી આપવામાં આવતા ત્રાસની ફરિયાદ પરિણીતાએ તેના માતાપિતાને પણ કરી હતી. જોકે, કોઈ ઉકેલ ન આવતા અંતે તેણીએ પોતાના બે સંતાનોને નોધારા મૂકીને આપઘાત કરી લીધો છે.

    મૃતક સુનીતા ઉર્ફે સરિતાના લગ્ન તલોદ ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર લખારા સાથે થયા હતા. લગ્ન જીવનથી ધર્મેન્દ્ર અને સરિતાને બે સંતાન હતા. જેમાં એક દીકરીની ઉંમર ચાર વર્ષ અને બીજી દીકરીની ઉંમર પાંચ માસ છે. આપઘાત કરી લેનારી સરિતાએ અનેક વખત ઉદેપુર રહેતા તેમના માતાપિતાને ફરિયાદ કરી હતી કે તેણીના સસરાની નિયત સારી નથી લાગી રહી. તેઓ તેણીને ખરાબ નજરે જોયા કરે છે. આ વાતને લઈને સરિતાના માતાપિતાએ સરિતાના પતિ ધર્મેન્દ્ર અને સરિતાના સસરા મીઠાલાલને સમજાવ્યા હતા અને ઠપકો પણ આપ્યો હતો.

    આ પણ વાંચો: સુરત: કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો આપતા સગીરનો આપઘાત

    સસરાએ ખરાબ હરકતો ચાલુ રાખતા આપઘાત


    જોકે, સમજાવવા છતાં મીઠાલાલની ગંદી હરકતો ચાલુ જ રહી હતી. જે બાદમાં સરિતાએ 14મી મેના રોજ પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. જમાઈએ આપઘાતની જાણ કરતા સરિતાના માતાપિતા તલોદ ખાતે દોડી આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતા સરિતાના કપડાંમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.

    આ પણ વાંચો: 'તું મારી નહીં તો, કોઇની નહીં,' પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાને છરી ભોંકી દીધી

    સુસાઇડ નોટ


    સુસાઇડ નોટમાં સરિતાએ લખ્યું છે કે તેના સસરા મીઠાલાલ તેણીને ખરાબ નજરથી જુએ છે. અનેકવાર અડપલાં કરે છે. તેણી વશ ન થાય ત્યારે શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. આ ઉપરાંત તેણીના સસરા ઝઘડા કરતા હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.

    સસરા સામે ફરિયાદ


    સરિતાએ આપઘાત કરી લેતા તેના પિતા પ્રભુલાલે તલોદ પોલીસ સમક્ષ દીકરીના સસરા મીઠાલાલ લખારા વિરુદ્ધ ફરિયાદ આપી છે. આ સાથે જ તેમણે સુસાઇડ નોટ પણ પોલીસને સોંપી છે. આ મામલે પોલીસે મૃતકના સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધારી તપાસ હાથ ધરી છે. આ રીતે વધુ એક યુવતીએ સાસરિયાના ત્રાસથી જિંદગીનો અંત આણ્યો છે. બીજી તરફ સસરાના ત્રાસથી આપઘાત કર્યાની જાણ થઈને લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Sabarkantha, આત્મહત્યા, ગુનો, પોલીસ

    આગામી સમાચાર