Home /News /sabarkantha /Idar: ગુજરાતના આ ગામનું વીજ બિલ છે શૂન્ય, રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે

Idar: ગુજરાતના આ ગામનું વીજ બિલ છે શૂન્ય, રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે

X
ગામના

ગામના 100 માંથી 70 ઘરો ઉપર લાગી ચૂક્યા છે સોલર પેનલ

રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પ્રાંતિજના તખતગઢ ગામ માં 70 ટકા લોકો ઘરે વીજળી ઉત્પાદન કરી રહ્યાં છે. સૌર પેનલ લગાવીને વીજળી મેળવી રહ્યા છે, જેના કારણે વીજ બીલ માંથી મુક્તિ મળી છે. મફત લાઇટ આવી રહી છે.

Raj Chaudhary, sabarkantha: સમગ્ર ભારતમાં સૌર ઊર્જા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામે સૌર ઊર્જા અંતર્ગત હાલમાં ચાલી રહેલ વીજળી બચાવો અભિયાનનો શ્રેષ્ઠ માર્ગ પ્રાપ્ત કરાયો છે આ ગામમાં 70% થી વધારે લોકોએ 100 સૌર પેનલ લગાવી હવે વીજળી મેળવતા થયા છે જે સમગ્ર ગુજરાતમાં નવીનતમ પ્રયાસ છે.

તખતગઢને પાણી બચાવો ઝુંબેશમાં મળ્યો છે રાષ્ટ્રપતિ એવોર્ડ

તખતગઢ ગામે પાણી બચાવો ઝુંબેશ અંતર્ગત સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત પણ થયું હતું ત્યારે આ તબક્કે પાણીની સાથો સાથ હવે તખતગઢ ગામ વીજળી પણ બચાવી રહ્યું છે.ગામમાં 70% થી વધારે લોકોએ સૌર પેનલ થકી વીજ ઉર્જા મેળવી રહ્યા છે.



તમામ લોકો મેળવી રહ્યા છે વીજળી બિલ થી રાહત

હવે ખાનગી કંપનીઓ સાથે એકરૂપતા લાવી તમામ લોકોને સૌર પેનલ મામલે સહમત કરાયા છે.જેના પગલે હવે સમગ્ર ગામમાં સૌર પેનલ લાગી ચૂકી છે અને આગામી સમયમાં ગામમાં રહેલા તમામ લોકો હવે સોર ઊર્જા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.તેમજ હાલમાં તમામ લોકો આ પેનલ લગાવવાના પગલે વીજળી બિલ થી રાહત મેળવી રહ્યા છે.હવે તમામ લોકોને વધારાના કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના મફતમાં લાઈટ બિલ થી મુક્તિ મેળવી ખુશ જણાઈ રહ્યા છે.



ખેડૂતોની અપેક્ષામાં પણ સૌર ઉર્જા મહત્વની ભૂમિકા અદા કરી રહી છે જોકે સામાન્ય રીતે વીજળી સરળતાથી મળી રહે તેવી તમામ ગ્રામજનોની અપેક્ષા હોય છે,ત્યારે સાથોસાથ ખેડૂતોની અપેક્ષામાં પણ સૌર ઊર્જા મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.



સોર ઊર્જા થકી તખતગઢ ગામમાં રહેતા તમામ ખેડૂતો માટે પણ આ યોજના ખૂબ ફાયદેમંદ થઈ રહી છે.પહેલાના સમયમાં જરૂરિયાત વોલ્ટેજ મળતા ન હતા તેમ જ મોટાભાગના વોલ્ટેજ તખતગઢ ગામમાં જ વપરાય જતા હતા.



જેના પગલે ખેતી માટે પૂરો વીજ કરંટ મળતો ન હતો જો કે હવે તખતગઢ ગામે નવીન પ્રયાસ થકી એવી જ કરંટનો સંપૂર્ણ બચત કરી રહ્યા છે,જેથી તેમની ખેતીમાં પણ સંપૂર્ણ વીજ કરંટ મળતા હવે ખેડૂત જગતમાં પણ ખુશી આપી છે.
First published:

Tags: Local 18, Sabarkantha, Solar panel

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો